________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) જારપુરૂષ (લંપટ) આવીને મનને સંતાપે છે. વિરહારને ખબર પડી ગઈ છે કે, મારે પતિ, મારા ઘેર આવતો નથી તેથી તે મને સઘળી રાત્રીમાં સંતાપે છે. સ્વામી નથી આવતા તેથી આખી રાત્રી મને વિરહર પીડા કર્યા કરે છે. સ્વામીના વિયોગથી સ્ત્રી રાત્રીમાં વિરહસંતપ્ત રહે છે. આવું મારું દુઃખ જાણી કે મારા સ્વામીની સાથે મેળ કરાવી. આપનાર જણાતું નથી. તે કુમતિના સંગમાં સઘળું જીવન વ્યર્થ ગુમાવે છે. આવી મારી વાત સાંભળીને પણ જે આનન્દઘનરૂપ ચેતન મારી પાસે ન આવે તો પછી શું ઢેલ વગડાવો? શુદ્ધચેતના કહે છે કે, સ્વામીના વિયોગે પરભાવ, રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે દુષ્ટો મને દુઃખ આપે છે, જે મારા સ્વામી કુમતિને સંગ છોડીને ઘેર આવે તે કઈ દષ્ટથી મારે પરાભવ થાય નહીં. આટલી આટલી વાત સાંભળીને પણ હવે જે મારા સ્વામી ઘેર ન આવે તે શું કરું? હું દુ:ખને હવે સહન કરી શકતી નથી. હવે તો અન્ય કોઈ ઢોલ વગાડે તે જુદી વાત ! ! ! મારી વિતક વાત ગાવાથી કંઈ વળે તેમ લાગતું નથી. આ પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, શુદ્ધચેતનાએ ચેતનને વિનંતિ કરી છે તે અન્તરના અનુભવજ્ઞાનના ઉદ્ગારેને કાઢી પિતાની આન્તરિક સ્થિતિ પ્રકટ કરે છે.
ઉપર ૨૨.
(ા માસ્ટોરા-છાવર ટોકી.), आतम अनुभव रीति वरीरी.
વાતમ || मोर बनाए निजरूप निरूपम, तिच्छन रुचिकर तेग धरीरी ॥ आतम०॥१॥
ભાવાર્થે–શુદ્ધચેતનાની વિજ્ઞાપ્ત સાંભળીને આત્મા સચેતન થ. અને જાગીને જોયું તો માલુમ પડ્યું કે અરે હું મહારાજાની બેટી કુમતિના વશમાં પડ્યો છું અને આ તો મહરાજ મારી ઋદ્ધિનો નાશ કરવાના પ્રપોજ કરે છે, માટે હવે તો મારે દુષ્ટોનો નાશ કરવો જોઈએ. આ આત્માએ વિચાર કર્યો અને તેણે પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવની રીત વરી.
શુદ્ધચેતના કહે છે કે હે ! તું મારા સ્વામીની આકૃતિ તે દેખ. હવે તે તે અસલરૂપમાં આવ્યા છે. તેઓશ્રીએ ઉપમા ન આપી ૧ શ્રી વીરવિજયજી પન્યાસની પ્રતિમાં સાખીને દુહો છે તે નીચે પ્રમાણે.
आतम अनुभवरसकथा, प्याला अजब विचार अमली चाख तिहां मरे, घुमे सब संसार ॥१॥
For Private And Personal Use Only