________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) ધારણ કરી છે, હવે મને આનંદને પાર નથી, સુખની અપાર લીલાને હું હવે ભોગવું છું. આ પ્રમાણે શ્રી આનંદઘનજી ચેતના અને આત્માની શુદ્ધ દશા વર્ણવે છે.
पद १२.
(રાવ) कुबुद्धि कुबजा कुटिलगति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुबजा हारी. ॥१॥
ભાવાર્થ –રાગ દ્વેષના સ્વભાવથી કુબુદ્ધિ ધારણ કરનારી અને જેની વક્ર ચાલે છે એવી કુબજા દાસી છે-અને સુબુદ્ધિ ધારણ કરનારી રાધિકા નારી છે. બન્ને પાટ ખેલે છે તેમાં સુબુદ્ધિરૂ૫ રાધિકા જીતે છે અને કુમતિરૂપ કુબજા હારે છે. અન્તરાત્મરૂપ કૃણ છે. તે ધારણારૂપ દ્વારિકામાં વાસ કરે છે. ચારિત્રરૂપ વસુદેવનો પુત્ર છે. આકાશની પેઠે નિર્લપ હોવાથી આકાશ સમાન તે શોભે છે. તે સદુપદેશરૂપ શંખને ધારણ કરે છે, થાનરૂપ ચક્રને તે હૃદયમાં ધારણું કરે છે, મોહરૂપ સમુદ્રના ઉપર સપ્ત ભયરૂપ સર્પને જીતી તેના ઉપર સમતારૂપ લક્ષ્મીની સાથે પોઢે છે, એવા શ્રીકૃષ્ણની સુબુદ્ધિરૂપ રાધિકા ખરી સ્ત્રી છે. કૃષ્ણને ફસાવનાર કુબુદ્ધિરૂપ કુજાની સાથે રાધિકા ચોપાટ રમે છે. બંને અનેક પ્રકારની કળાઓ કેળવીને દાવ નાખે છે. ચોપાટરૂપ દાવ નાખતાં અને ધર્મથી જય થાય છે. ચતુર્ગતિરૂપ ચોપાટ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નારકી આ ચતુર્ગતિરૂપ ચોપાટપર સર્વ જી કુબુદ્ધિને પ્રેરેલા અનન્તકાળથી પરિભ્રમણ કરે છે. ચતુર્ગતિરૂપ ચોપાટપર એક સ્થાને સ્થિર થઈને ઠરતા નથી, અને કર્મના યોગે જન્મ, જરા અને મૃત્યુના દુઃખને ધારણ કરે છે. જરા માત્ર પણ સહજશાન્તિને અનુભવ કરી શકતા નથી. કુબુદ્ધિથી ચોરાશી લાખ જીવનિમાં જવાના પાસા પડે છે અને સુબુદ્ધિથી મુક્તિરૂપ ઘરમાં પ્રવેશ થાય તેવા પાસા પડે છે. ચોપટને ચોરાશી ખાનાં હોય છે અને સંસારમાં પણ ચોરાશી લાખ જીવનિ હોય છે. આત્મા સેગટીની પેઠે દબુદ્ધિના દેગે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, માટે ચપટને સંસારની ઉપમા આપી વસ્તુ સ્વરૂપ આગળના પદમાં દેખાડવામાં આવશે. અને સુબુદ્ધિરૂપ રાધિકા જીતે છે અને દુબુદ્ધિરૂપ કુજા હારે છે. સુબુદ્ધિથી આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે માટે આત્માએ સુબુદ્ધિવડે સંસારરૂપ ચપટની બાજી જીતી લેવી જોઈએ.
ભ. ૪
For Private And Personal Use Only