________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઉત્તમ ભાવનાવડે તેઓશ્રી સમતાને સારી રીતે ધારણ કરી શકે અને અન્યભાવમાં પણ સમતાની ઉત્કૃષ્ટ દશાને પામે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ખરેખર વસ્તુતઃ વિચારી જોઈએ તે મમતાના સંગથીજ અષ્ટાદશ પાપસ્થાનકેને સેવવામાં આવે છે. સર્વ પદાર્થોમાંથી મારાપણુની જે કલ્પના ઉડી ગઈ તો નામ અને રૂપની ઉપાધિથી પણ કંઈ આત્માને દુ:ખ થતું નથી. જેમ જેમ મમત્વ પરિણુમ ઘટે છે તેમ તેમ સમતાના પરિણામ વધે છે. કઈ પણ વસ્તુમાં અહત્વની સૂક્ષ્મ કલ્પના પણ ન ઉઠે તે ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણપણે ધારણ કરી શકે. આત્મા પોતાના મૂળ સ્વભાવનો ઉપયોગી થઈને વિચારે તો તેને સમતાના સમાન અન્ય કેઈ સુખપ્રદા સ્ત્રી જણાય નહિ. મમતા આમાને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવવાના સ્વભાવવાળી છે, ત્યારે સમતા આત્માને મુક્તિમાં લઈ જવાના સ્વભાવવાળી છે. મમતા મનની ચંચળતા કરાવીને આત્માને શાંતિ આપી શકવા સમર્થ થતી નથી ત્યારે સમતા મનને સ્થિર કરીને આત્માને શાંતિ આપે છે માટે સમતાને આદર કરવો જોઈએ. આપણે દરરોજ સમતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. મમતાના વિચારે છે જે વખતે આવે ત્યારે તે તે વખતે સમતાના વિચાર કરી મમતાને નાશ કરવો.
પ ૨૦.
(રાજ ટોરી.) परम नरम मति और न आवे.
| પરમ૦ || मोहन गुन रोहन गति सोहन, मेरी वैरन ऐसे निठुर लिखावे ॥प०१॥ चेतन गात मनात न एतें, मूल वसात जगात बढावे ॥ कोउ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे ॥१०॥२॥
ભાવાર્થ –શુદ્ધચેતના પિતાની સખી શ્રદ્ધાને કહે છે કે હે ! મારે આત્મારૂપ સ્વામી મારી પાસે આવી શકતો નથી. શા કારણથી નથી આવતો? એમ શ્રદ્ધાએ પ્રશ્ન કર્યો તેના ઉત્તરમાં શુદ્ધચેતના કહે છે કે મારી વૈરિણી અને નિષ્ફર (દયાના પરિણામશૂન્ય કઠોર હદયવાળી) કુમતિ મારા ચેતનસ્વામીને એવી બુરી શિક્ષાથી ભ્રમાવે છે કે જેથી તે મારી પાસે પ્રયાણું કરી આવી શકતા નથી. શુદ્ધચેતના પિતાની વાત આગળ ચલાવીને કહે છે કે એ સઘળે દોષ કુમતિને છે. મારા સ્વામીનો મૂળ સ્વભાવ એવું નથી. મારા સ્વામીની તો પરમદયાળુ બુદ્ધિ છે, અને તે તો પિતાના સહજ ગુગેવટે મને આકર્ષણ કરે છે.
For Private And Personal Use Only