________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) તે તેમનાથી થતી પરભાવની ચેષ્ટાથી પિતેજ બતાવી આપે છે, પણ આનન્દસ્વભાવવાળી સુમતિની સંગતિ કરે તો ખરેખર તે સિદ્ધબુદ્ધ પરમાત્મા થાય. ચેતનની આનન્દસ્વભાવવાળી સુમતિ છે માટે તે ખરી સ્ત્રી છે અને મમતા છે તે આનન્દસ્વભાવવાળી નથી. કુમતિનો અને તેમની અન્ય સ્ત્રી મમતાનો દુઃખમય સ્વભાવ છે, એમ સાક્ષાત્ કેવલીએ જણાવ્યું છે અને તે અનુભવમાં આવે છે, માટે તે અનુભવ ! તું મ્હારા આત્મસ્વામિને મારી સર્વ હકિકત જણાવ! મારા સ્વામી મૂળ સ્વભાવે તો સરલ છે અને તેમને શાન્તપણે સમજાવવામાં આવે તથા તેમના અનુભવમાં સર્વ હકીકત લાવવામાં આવે તે, ખરેખર તે સમ્યકત્વ આદિ ગુણે પામીને સિદ્ધબુ પરમાત્મા થાય. કુમતિ અને મમતાના સંગથી વળગેલી કમૅમલીનતા દૂર થતાં મારા સ્વામીની સરખામણી ત્રણ ભુવનમાં કંઈ કરી શકનાર નથી એમ નિશ્ચય છે અને તે ત્રણ ભવનના નાથ થઈને સમયે સમયે અનન્ત સુખ ભેગવી શકે છે; માટે હે અનુભવ ! મારી વાત તું સ્વામીના ગળે ઉતાર.
पद ९.
(ા સારા.) नाथ निहारो आप मतासी, वंचक शठ संचक शी रीते ॥ खोटो खातो खतासी ॥
I ! નાથ૦ છે ? आप विगृचण जगकी हांसी, सियानप कौन बतासी ॥ निजजन सुरिजन मेला ऐसा, जैसा दूध पतासी॥नाथ ॥२॥
ભાવાર્થ-હે ચિદાનન્દમય ચેતન ! તમે પોતાની શુદ્ધબુદ્ધિથી પિતાનું સ્વરૂપ જુવે એમ શુદ્ધચેતના આત્માને કહે છે. હે આત્મસ્વામિન ! યદિ તમે પોતાનું શુદ્ધસ્વરૂપ વિચારશે તો વેચનારી, લુચી, મમતા કેવી રીતે આપને છેતરીને આપનું જ્ઞાનાદિક ધન્ન ભક્ષણ કરવા ખેટું ખાતું ખતવે છે તે સ્વયમેવ અવધી શકશો.
સમતા–પિતાના આત્મારૂપ સ્વામીને વિશેષતઃ ઉપાલંભ આ. પતી કહે છે કે,–હે સ્વામિન્ ! મમતાની સંગતિથી જગતમાં આપનું વગેવણું થાય છે ને, જગત્ તમારી હાંસી કરે છે. જ્યાં સુધી હું સ્વામિન્ ! આપ મમતાના સંગમાં રહેશે ત્યાંસુધી તમને શાણપણું (દક્ષપણું ) કેણ બતાવશે? તેમજ મારા વિના આપને શાણપણું કેણુ જણાવશે? મમતા કદી આપને સારી શિખામણ આપનાર નથી. આપ જ્ઞાની છે તેથી પોતાની મેળે વિચારી જે તે સત્યતત્ત્વ જાણશેજ.
For Private And Personal Use Only