________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) રઘ કે જે શિરપર ધ્યાનસ્થાન આવેલું છે ત્યાં સુધી આત્મા આવે છે ત્યારે આત્માને પ્રકાશ વધતું જાય છે, અને કોઈ વિરલા સ્યાદ્વાદ જ્ઞાનિયે આ પ્રમાણે પોતાના શુદ્ધ આત્માભ્યાસથી પોતાના આત્માને ત્યાં ધ્રુવના તારાની પેઠે સ્થિર દેખે છે. આશાને નાશ કરીને હૃદયરૂ૫ ઘરમાં સ્થિર ઉપયોગ આસન જે આત્મા લગાવે અને વૈખરીવાણી વિના, સ્વભાવે જે હંસ હંસ શબ્દ ઉઠે છે તેને અથવા સેહં શબ્દનો જાપ કરે અથવા આત્માના શુદ્ધોપ ગરૂપ અજપાજપને જે કંઈ યોગી જપે તો આનંદઘનજી મહારાજ કહે છે કે તે આનન્દસમૂહ જેમાં છે એવી ચિતન્યમૂર્તિરૂપ નિરંજન પરમાત્મદેવને પામે છે.
(સાવી.) आतम अनुभव फूलकी, नवली कोउ रीत ॥ नाक न पकरे वासना, कान ग्रहे न प्रतीत ॥१॥
(રાગ ધજાથી અથવા સારંગ.) अनुभव नाथकुं कयु न जगावे, ममता संगसो पाय अजागल, थन ते दूध दुहावे ॥अ० ॥१॥ मैरे कहेतें खीज न कीजे, तुं ऐसीही सीखावे ॥ बहोत कहेतें लागत ऐसी, अंगुली सरप दिखावे ।। अ० ॥२॥
ભાવાર્થ-આત્માના અનુભવજ્ઞાનરૂપ પુપની કંઈ જુદા પ્રકારની રીત છે. કારણ કે નાસિકાને તેની વાસ આવતી નથી. અને કાનમાં તેનો અવાજ કઈ રીતે સંભળાતો નથી. બાહ્યપુ૫માં વાસ અને શબ્દ એ બેની પ્રતીત બે ઇન્દ્રિયોને પોતપોતાની શક્તિદ્વારા પ્રાપ્ત થાય છે. આત્માનું જે અનુભવજ્ઞાનરૂપ પુપ છે તે તો જુદા પ્રકારનું છે. ત્યાં ધ્રાણેન્દ્રિય અને કન્દ્રિયનો વ્યાપાર ચાલી શકતો નથી; તે કહેવાથી એમ જણુવ્યું કે, અનુભવજ્ઞાનરૂપ પુપની પ્રતીતિ ખરેખર પંચ ઇન્દ્રિયેદ્વારા થતી નથી. અનુભવજ્ઞાનરૂપ પુપની કેઈ સુગંધી લેવા જાય તે નાકથી સુંઘી શકે નહીં, આંખથી દેખી શકે નહીં. શબ્દોદ્વારા અનુભવજ્ઞાન ખરેખર અન્યને સંભળાવી શકાતું નથી, કારણ કે શબ્દોની પણ પેલીપાર અનુભવજ્ઞાન છે, જેને તે થાય છે તે જાણે છે. મને અનુભવજ્ઞાન થયું છે એમ અન્યને શબ્દો દ્વારા કહેવાથી અને અન્ય સાંભળે તે પણ તેને અનુભવજ્ઞાન કંઈ શબ્દના શ્રવણથી પ્રકટતું નથી. અર્થાત્ કર્ણના
For Private And Personal Use Only