________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) વિષયમાં અનુભવજ્ઞાન આવતું નથી એવું આત્માનું અનુભવજ્ઞાનરૂપ પુષ્પ કંઈક જુદા જ પ્રકારનું છે.
ચેતનારૂપ સ્ત્રી, અનુભવને ઉદેશીને કહે છે કે હે અનુભવ ! તું હારા આત્મારૂપ સ્વામીને કેમ જગાડતો નથી ? મમતાની સંગતિથી તે બકરીને ગળામાં રહેલા સ્તનમાંથી શું દૂધ દોહી શકશે ? અર્થાત્ કદાપિ બકરીના ગળામાં રહેલ સ્તનમાંથી દૂધ કાઢી શકાતું નથી તેમ તારો સ્વામી આત્મા, મમતારૂપે કુલટાના સંગથી કદાપિ સુખ પામવાને નથી. હે અનુભવ ! મારા ઉપર તું આ પ્રમાણે કહેવાથી ખેદ લાવીશ નહીં. કારણ કે તું જ મને જણાવે છે કે મમતાના અંગે ચેતન, સુખ પામી શકતો નથી. તું પોતે એમ જાણે છે અને હું પણ તને કહું છું તેથી તું કદી મારા ઉપર કોપાયમાન થા નહીં ! તને ઘણું કહેવાથી કદાપિ અંગુલી સર્પન્યાય પ્રમાણે ખેદ થાય એમ લાગે-કઈ મનુષ્ય કેઇને શિખામણ આપે છે ત્યારે આંગળી ઉંચી કરીને શિખામણ આપે છે પણ વારંવાર શિખામણ આપવાથી અંગુલી સર્પના જેવી લાગે છે તેને અંગુલીસર્પદર્શન ન્યાય કહે છે. –દક્ષિણદેશમાં સર્પો ઘણું ઝેરી હોય છે. સર્પના સામી જે મનુષ્ય અંગુલી કરે છે તેને સર્પ કરડે છે તેવી રીતિ દક્ષિણમાં જોવામાં આવે છે તે અંગુલીસપંન્યાય પણ અત્ર લાગુ પાડી શકાય. વારંવાર મારા સ્વામીને શિખામણ દેવાથી તેઓ મારા ઉપર ક્રોધી બની જાય એમ પણ સંભવ રહે છે તેપણું હે અનુભવ ! તારામાં અપૂર્વ શક્તિ છે તેથી તે ચેતનને મને નાવીને ઠેકાણે લાવ!
औरनके संग राते चेतन, चेतन आप बतावे ॥ आनन्दघनकी मुमति आनंदा, सिद्ध सरूप कहावे अ०॥३॥
ભાવાર્થ –હે અનુભવ! આત્મારૂપ સ્વામી અન્ય મમતાના સંગમાં રાચે છે તે પિતાની મેળેજ પરભાવરમણતાથી બતાવી આપે છે, જે તેને આનન્દવાળી સુમતિની સંગતિ હેત તો આવી તેમની દશા થાત નહીં. સુમતિની રગતિ જે આત્મા કરે તો આનન્દને ઘન અને સિદ્ધસ્વરૂપમય કહેવાય. આનન્દઘનની સુમતિ, આનન્દસ્વભાવવાળી છે માટે મમતાની સંગતિનો ત્યાગ કરીને સુમતિને સંગ આત્મારૂપ સ્વામી કરે, એમ તે અનુભવ! તું આત્મારૂપ નાથને કેમ કહેતે. નથી અને તેને કેમ જગાડતો નથી, અલબત હારે આત્મારૂપ સ્વામીને જગાડવા જોઈએ. સુમતિના સંગથી આતમા પિતાના શુદ્ધસ્વરૂપને અવધી શકે છે. અન્ય પુદ્ગલભાવમાં ચેતન રાચી માચીને રહે છે
For Private And Personal Use Only