________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૪) પદ્મપ્રભુને સ્તવનથી જણાઈ આવે છે. પ્રભુની સાથેનું પિતાનું અતર્ ટળશે એમ શ્રીમને નિશ્ચય થવાથી “તુર મુક અત્તર અત્તર માગણે રે, વાનરે મારું સૂર” એવા ઉગારે બહાર કાઢયા છે. શ્રીમના હૃદયના ઉભરાઓમાં તેમની આધ્યાત્મિક દશા અને ભક્તિ ઝળકી ઉઠે છે. જ્ઞાની પેતાની કૃતિમાં પોતાનું હૃદય કયાં, કેવી રીતે ખાલી કરે છે તે અનુભવીજન, કૃતિ વાચીને કહી દે છે. “ગામવો ” એ વાકયમાં એ પ્રત્યય મરાઠી વ્યાકરણનો છે, તે પ્રત્યય છઠ્ઠી વિભક્તિનો છે તેથી શ્રીમદ્ મરાઠી ભાષા જાણતા હતા અને તેમને દક્ષિણમાં વિહાર પણ થયે હોય, એમ સંભવે છે. શ્રીમદ્ આનન્દઘનની પેઠે ઉપાધ્યાય પણું સંવેગ પક્ષની ભાવના ભાવતા હતા.
શ્રીમદે ચોવીશીમાં તીર્થકરેના ગુણેની વાસ્તવિક સ્તુતિ કરી છે.
પ્રભુને ઉદ્દેશીને અનેક પ્રકારે સ્તવના કરી શકાય છે. શ્રીમદે તીર્થંક- પ્રભુની આગળ પોતાના દેષોને દર્શાવી, પ્રભુની આગળ રાની કરેલી વાતવિક અતિ ક્ષમા માગવી તે સ્વદોષ પ્રકટન સ્તવના કહેવાય છે.
1 પ્રભુની આગળ તેમના કહેલા ઉપદેશવડે કંઈ સ્તુતિ કરવી તે કાંતવના કહેવાય છે. ચૌદમા શ્રીઅનન્તનાથના સ્તવનમાં ઉપદેશમય સ્તવના દેખવામાં આવે છે. અધ્યાત્મતત્વના વિચારેવડે પ્રભુની સ્તવના કરવી તે અધ્યાત્મ સ્તવના કહેવાય છે. શ્રી શ્રેયાંસનાથના સ્તવનમાં અધ્યાત્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનને વશ કરવા અને મનનું સ્વરૂપે વર્ણવવાના આશયથી જે સ્તવના કરવામાં આવે છે તે આત્યંતરિક સ્તવના કહેવાય છે. શ્રીકુંથુનાથના સ્તવનમાં મનસંબધી વિચારે દર્શાવીને કુંથુનાથની સ્તવના કરવામાં આવી છે. શાસ્ત્રોમાં કહેલા દર્શનભેદ હેતુન અને દર્શનાભેદ હેતુનવડે, શ્રી મુનિસુવ્રત અને નમિનાથની સ્તવના કરવામાં આવી છે. રાજીમતીએ આપેલા પ્રેમશિક્ષેપાલંભગાર્ભિત સ્તવના તેમણે શ્રી નેમિનાથની કરેલી છે. સેવાના વાસ્તવિક ઉદગારમય વિચારેવડે તેમણે શ્રીસંભવનાથની સ્તવના કરેલી છે. સામાન્યરીતે કહીએ તો તેમણે શ્રી તીર્થકરેની વાસ્તવિક સ્તુતિના પ્રદેશમાં વિચારવા સ્વાભાવિક પ્રયત્ન કર્યો છે. તીર્થકરોએ કહેલા ગુણેને ઉદ્દેશીને જે જે પ્રકારની ઉદ્ધારમય વચન વડે-સ્તુતિ કરવામાં આવે છે, તે વાસ્તવિક વર્ણના કહેવામાં આવે છે; તે સંબધી અધ્યાત્મસારમાં શ્રીયશોવિજયજી નીચે પ્રમાણે કથે છે.
For Private And Personal Use Only