________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્ઞાનપ્રીતિ હારી સાથે જે થઈ છે તે કોને દેખાડી શકે. અને તેને
ખ્યાલ મૂર્ખને શી રીતે જણાવી શકું? અનુભવજ્ઞાનપ્રીતિ કંઈ ચક્ષુથી દેખાતી નથી, વાણુથી પણ અનુભવ પ્રેમનું સ્વરૂપ કહી શકાતું નથી. અનુભવપ્રેમનું ચૂકે નહીં એવું તીર છે તે જેને લાગે તે સ્થિર થઈ જાય છે. મહેને તારા અનુભવ પ્રેમનું તીર લાગ્યું છે તેથી હું સ્થિર થઈ ગયો છું. અન્યોને પણ અનુભવજ્ઞાનપ્રેમનું તીર લાગશે ત્યારે તેઓ જાણશે. એ વાત દેખાડી શકાય નહીં તેમ મૂખેને સમજાવી પણું શકાય નહીં. આમા કહે છે કે, હે શુદ્ધચેતના સ્ત્રી! લ્હારા અનુભવDમના બાણથી જેનાં હૃદય ઘાયલ થયાં છે તે સ્થિર થઈ જાય છે. તે વાત અનુભવપ્રેમી જ જાણી શકે અનુભવજ્ઞાન પ્રેમ જેને લાગ્યો છે તેની દશા તેજ જાણે છે. તેમ છતાં એક વ્યાવહારિક વિષય પ્રેમનું દૃષ્ટાંત આપીને ચેતનજ જણાવે છે કે નાદ (સ્વર)માં આસક્ત થએલે મૃગ પોતાના પ્રાણને એક તૃણખલા સમાન પણ ગણતો નથી. ગાયન સાંભળવામાં એકતાન બનેલું હરણું પિતાના પ્રાણને પણ કેઈ નાશ કરે તેની પરવા રાખતું નથી. તેમજ જેને અનુભવજ્ઞાન પ્રીતિ હે ચેતના ! લ્હારી સાથે લાગી છે તે દુનિયામાં કેની દરકાર કરે? અર્થાત દુનિયાને હિસાબમાં ગણે નહિ. ચેતન કહે છે કે હે ચેતને ! હને તારી આગળ તન, ધન, મન, અને પ્રાણુ, આદિ સર્વ વસ્તુઓ ધૂળ જેવી લાગે છે માટે હવે હું તારા પ્રેમમાંજ લયલીન થઈ જાઉં છું. આનંદનો ઘન એવો આત્મારૂપ સ્વામી કહે છે કે, હે ચેતને ! હારી સાથે થએલા અનુભવ પ્રેમની કઈ અકથ કથા છે કે જેની વાત અન્ય આગળ થઈ શકતી નથી, એમ આનંદઘનજી શુદ્ધચેતનાની સાથે લાગેલા પ્રેમના ઉદ્ગાર કાઢે છે.
( રા આશીવરી. ) अबधू नटनागरकी बाजी, जाणे न बामण काजी. अबधृ०॥ थिरता एक समयमें ठाने, उपजे विणसे तबही ॥ उलट पलट ध्रुवसत्ता राखे, या हम सुनी न कही. अवधू०॥१॥ एक अनेक अनेक एक फुनी, कुंडल कनक सुभावे ॥ जलतरङ्ग घटमाटी रविकर, अगनित ताहि समावे. अवधू० ॥२॥
ભાવાર્થે.–શરીરરૂપ નગરમાં રહેલા આત્મારૂપ નાગરિક નટની બાજી આશ્ચર્યકારી છે. અવધૂત આત્માની બાજીને વેદના પારંગાને
૧ સમાવે એવો પણ પાઠ કેટલીક પ્રતિમાં છે.
For Private And Personal Use Only