________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ વેવા.) सुहागण जागी अनुभव प्रीत. सुहा०॥ निन्द अज्ञान अनादिकी, मिटगई निज रीत. सुहा० १ घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप ॥
आप पराइ आपही, ठानत वस्तु अनुप. सुहा० २
ભાવાર્થ-આત્મા, શુદ્ધ ચેતનાને કહે છે કે, હે સૌભાગ્યવતી ! મને તારાપર અનુભવજ્ઞાનપ્રીતિ જાગ્રત થઈ છે. શાથી અનુભવપ્રીતિ જાગ્રત થઈ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે, અનાદિકાળથી લાગેલી અજ્ઞાનનિદ્રા હવે ટળી ગઈ છે અને પૂર્વની મારી પ્રવૃત્તિ અજ્ઞાનમય હતી તે હવે ટળી ગઈ છે હવે હું જાગ્રત થયો છું તેથી હે શુદ્ધચેતને! તારા ઉપર ખરેખરા અનુભવથી પ્રીતિ લાગી છે. તું જ મારું સત્ય હિત કરનાર છે એમ જાગ્રત્ થતાં અનુભવ આવ્યું છે, માટે તારા ઉપર મને સ્વાભાવિકરીત્યા પ્રીતિ થાય છે. હવે મેં શુદ્ધ ધર્મની રીતિ ગ્રહણ કરી છે. હવે મારી શુદ્ધધર્મ રીતિ પ્રમાણે ચાલીશ.
ચેતન પિતાના અનુભવ મિત્રને કહે છે કે, હે મિત્ર ! પશ્ચાત્ મેં હૃદયમંદિરમાં વિવેકજ્ઞાનરૂપ સ્વાભાવિક તિવાળે દીપક કર્યો. આમાં કહે છે કે, હે અનુભવ ! જ્ઞાનરૂપ દીપકવડે એ પિતાનો અને પર જડ વસ્તુઓને ભેદ પરખી લીધો. મેં જેને કેાઈની ઉપમા ન અપાય
એવી પિતાની સુખાદિ વસ્તુઓને પિતાની જાણી અને તેની વ્યવસ્થા કરી. મારી વસ્તુઓને મેં મારી જાણી અને પરવસ્તુઓને પરતરીકે જ્ઞાનદીપથી જાણી, તેથી હવે હું ઠેકાણે આવ્યો.
कहा दिखायु औरकुं, कहा समजाउं भोर।। तीर अचूक हे प्रेमका, लागे सो रहे ठोर. सुहा० ३ नादविलुद्धो प्राणकू, गिने न तृण मृगलोय ॥
आनन्दधनप्रभु प्रेमकी, अकथ कहानी कोय. सुहा० ४
ભાવાર્થ.–આત્મા કહે છે કે, હે શુદ્ધચેતને ! તારી સાથે મારે પ્રેમ બંધા. તે પ્રેમનો અનુભવ જે જાણે છે તે જ જાણે છે. અનુભ
૧. એટ જીનિ ઝરત એવો પાઠ છે તત્ર અનાદિકાલિની અજ્ઞાનરૂપ નિદ્રા મટી ગઈ અને પિતાના શુદ્ધ ધર્મની રીતિ ગ્રહણ કરી. એ અર્થ લેવો.
For Private And Personal Use Only