________________
www.kobatirth.org
( ૨૩૮ )
અને કિંવદન્તીઓથી સિદ્ધ થાય છે. શેષનારાય છતાં વિમૂલયઃ પરોપકારાર્થે સન્તાની વિભૂતિયા છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદે કરેલી ગુર્જરભાષાની સેવા અને તે
શ્રીમદે ગુર્જરભાષામાં ચાવીશીની રચના કરીને ગુર્જરદેશના મનુબ્યાપર અત્યંત ઉપકાર કર્યો છે. સંસ્કૃત શબ્દને ગુર્જ રભાષામાં ઉતારીને ગુર્જરભાષાની પ્રૌઢતામાં વૃદ્ધિ કરી છે. ગુર્જરભાષા સાહિત્યદૃષ્ટિથી તેમની ચાવીશી અવલેાકતાં મને ઉપકાર. માલુમ પડે છે કે, અઢારમા સૈકામાં ગુર્જરભાષાની સારી રીતે ખીલવણી થઈ હતી. ગુર્જરભાષા સાહિત્યમાં વૃદ્ધિ કરનાર અને ઉચ્ચ વિચારોથી જળને સ્વરસમાન દિવ્ય કરવાના વિચારોને અર્પનાર, શ્રીમદ્ અધ્યાત્મકવિ તરીકે ગુર્જર સાક્ષામાં અદ્યપર્યન્ત પ્રથમ પદ ભાગવે છે અને ભવિષ્યમાં પણ ભાગવશે. તેમણે ગુર્જરભાષાના ઉપાસકેાપર જે ઉપકાર કર્યાં છે તે તેમના નામની સાથે તેમની ચાવીશી જ્યાંસુધી આ પૃથ્વીતલમાં હશે ત્યાંસુધી ગુર્જરભાષાના ઉપાસકોને યાદ રહેશે. અધ્યાત્મજ્ઞાનવડે નિવૃત્તિમાર્ગમાં પરાયણ છતાં પણ ગુર્જરભાષાદ્વારા તેમણે સેવાધર્મ સ્વીકાર્યો છે એ કંઈ સામાન્ય બાબત નથી. તેમના મુખમાંથી ગુર્જરભાષાના ઉચ્ચ શબ્દો નીકળેલા છે તેથીજ તેઓશ્રી સંસ્કૃત ભાષાના અપૂર્વ વિદ્વાન હતા એમ સ્તવના અને પદામાં વાપરેલા શબ્દોપરથી સિદ્ધ થાય છે. શ્રીમદે ચાવીશીમાં નાગમ સિદ્ધાંતાના સાર ઉતારી દીધા છે તેથી તેમને જેટલા ઉપકાર માની શકવામાં આવે તેટલે ન્યૂન છે. હાલમાં ગુર્જરભાષાની ખીલવણી અર્થે ગુર્જરસાહિત્ય પરિષના અગ્રગણ્ય સાક્ષરો અથાગ પ્રયત્ન કરે છે. તેઓએ ગુર્જરભાષા સાહિત્યદૃષ્ટિથી નરસિંહમહેતા-પ્રીતમપ્રેમાનન્દ-અખા અને શામળભટ્ટ વગેરેનાં કાવ્યેાને આદરથી વધાવી લીધાં છે અને પૂર્વના ગુર્જરભાષાના હિન્દુ કવિયાને સારૂં માન આપ્યું છે; એમ બૃહત્કાવ્યદોહન વગેરે ગ્રન્થા જોવાથી માલુમ પડે છે. ગુર્જરભાષાની ખીલવણી કરનાર પ્રસિદ્ધ સાક્ષરવર્યં રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, તથા રા. રા. રણછોડભાઈ ઉદયરામ, પ્રો. આનન્દશંકર તથા રા. રા. નરસિંહરાવ ભોળાનાથ વગેરે સાક્ષરબંધુઓને સૂચના કે, તેઓ યગ્દર્શનમાન્ય જૈન અધ્યાત્મજ્ઞાની કવિશ્રી આનન્દઘનજીને ગુર્જરભાષા સાહિત્ય પકારકષ્ટિથી ઉપકારક ગણી તેમની ચાવીશીને ગુર્જરસાહિત્યપરિષત્ તરફથી ધન્યવાદ અને આવકાર આપશે. ગુર્જર ભાષાના બીજ તરીકે જૈન વિયેા છે એમ ગુર્જરભાષાના સાહિત્યની ઐતિહાસિકદષ્ટિથી પણ હવે એ વાત સિદ્ધ થઈ છે અને ભવિષ્યમાં પરિપૂર્ણ સિદ્ધ થશે એમ આશા રાખવામાં આવે છે.
For Private And Personal Use Only