________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) સૂરિ, શ્રી રાજસાગરસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી વિજયપ્રભસૂરિ અને શ્રી વિજય રત્નસૂરિ વગેરે આચાર્યો હતા. જેથી ધારી શકાય છે કે, ઘણું સૂરિ અને સાધુઓનો તેમણે સમાગમ કયા હશે અને તેમના સમાગમમાં પણ ઘણું સૂરિ તથા સાધુએ આવ્યા હશે. શ્રીમદ્ આનન્દઘનજી જ્યાંસુધી જંઘાનું બળ હતું ત્યાંસુધી ગામની
બહાર, દેવકૂલ અને ગુફાઓ વગેરેમાં રહ્યા, પણ જ્યારે શ્રીમદ્
છે. તેઓશ્રી વૃદ્ધ થયા અને જંઘાબળથી ક્ષીણ થયા ત્યારે, મેઆનન્દુધનજીને સ્થિરવાસ ડતામાં એક ઠેકાણે શ્રાવકની ભક્તિથી રહ્યા હતા. તેઓશ્રી અને અન્તિમ ઉપદેશ.
ઉપાશ્રયમાં એકાન્તમાં ધ્યાન ધરતા હતા. તેમને કેઈ કંઈ
પૂછતું હતું તે તેને તેના અધિકાર પ્રમાણે સમજાવતા હતા. તેઓશ્રી આત્માના શુદ્ધસ્વરૂપમાં કલાકેન કલાકે પર્યન્ત લીન થઈ જતા હતા. તેઓશ્રી શરીરમાં છતાં શરીરથી રહિત એવી નિઃસંગ દશાનો અનુભવ કરતા હતા. તેમની મુલાકાત લેવા આવનાર સાધુઓને આત્માની શુદ્ધતા કરવા સંબધી કહેતા હતા. મેડતામાં તેઓ શરીરની વૃદ્ધતાથી રહેતા હતા, પરતુ–તેમ છતાં જનના સંગમાં ઘણું આવતા ન હતા.તેમને છેવટને ઉપદેશ એ હતો કે “આ જગતમાં મેહને જીતીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. સાધુઓએ પરને રાગ, દ્વેષ, નિન્દા, અને અભ્યાખ્યાન આદિ દે જીતવાને ઉપદેશ આપ, તેમ તે ઉપદેશ પ્રમાણે પતે ચાલીને જગતને બતાવી આપવું. સંસારમાં કેઈ અમર રહ્યું નથી અને કેઈ અમર રહેનાર નથી. સંસારરૂપ સમુદ્રમાં તરંગની પેઠે ચક્રવર્તિ વગેરે મૃત્યુ દશા પામ્યા. અનન્ત એવા સંસારનો પાર પામવા માટે વીતરાગનાં વચનોનું શરણ કરવું. રાગદ્વેષરૂપ મહા શત્રુએના ઘેરામાંથી છૂટવું અને આત્માના પ્રદેશમાં રમવું એજ મોક્ષનો માર્ગ છે. જે મેહને જીતવાને સાધુવેષરૂપ ધર્મયોદ્ધાને વેશ પહેરવામાં આવે છે તે વેષને અંગીકાર કરી મેહના તાબામાં ન આવવું જોઈએ. સર્વ પ્રકારના ભય, અને સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને પરમાત્માની સેવા ભક્તિમાં એકતાન બનવું જોઈએ. શરીરના અણુપર પણ મમત્વ ભાવ રાખવો એ મોક્ષપ્રાપ્તિમાં વિશ્વ છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે તે સર્વ આત્મામાં છે. શ્રી સર્વજ્ઞોએ જે મોક્ષમાર્ગ બતાવ્યું છે તે રાગદ્વેષરહિત માગે છે. એ માર્ગમાં જેટલું ગમન કરાય તેટલું કરવું. પુનઃ પુનઃ સંસારમાં જન્મ ન થાય એવી તીવ્ર વૈરાગ્ય દશા ધારણ કરવી. રાગાદિ દોનો ત્યાગ તેજ ખરે ત્યાગ છે. રાગાદિ દોષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવી. વૈરાગ્ય દશાથી પોતાના આત્માને ભાવી નિર્મલ કરવા દરરેજ પ્રયત્ન કરો. સંસારમાં શાન્તિનો માર્ગ એક નિવૃત્તિ છે.
For Private And Personal Use Only