________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ નાવ (આગબોટ) સંસારસાગરને પાર પામવાને માટે મળી છે તેને ઉપયોગ કરી લે. સંસારસાગર તરવા માટે પ્રભુભક્તિરૂપ નાવમાં કેમ બેસતો નથી. નવધાભક્તિનું સ્વરૂપ જાણવું. અરે ભોળા ! હવે કેમ વિલંબ કરે છે? પ્રભુની ભક્તિરૂપ નાવથી સંસારસમુદ્રને પાર પામ. સંસારસાગર તરવાની સામગ્રી પામીને હવે કેમ પ્રમાદ કરે છે. આનન્દને ઘન જેમાં છે એવી શુદ્ધ નિરજન ચેતન્યમય મૂર્તિનું ધ્યાન ધરી લે. હે ચેતન ! તારા શુદ્ધસ્વરૂપને ઓળખી તેનું ધ્યાન ધર, અર્થાત્ પોતાની જ્ઞાનાદિ શક્તિનું ધ્યાન ધર. એમ શ્રી આનંદઘનજી પોતાના આત્માને કહે છે.
પ ૨.
(રા યાવર પ્રતાથી.) रे परियारी बाउ रे, मत परिय बजावे ॥ नरसिर बांधत पाघरी, तुं क्या परिय बजावे, रे. ॥१॥
ભાવાર્થ –હે ભેળા ઘડીયાલી! તું ઘડીને વગાડીશ નહીં. કારણ કે પુરૂષે તો ઘડીના ચોથા ભાગનું સૂચન થાય અને વૈરાગ્યની અસર રહે તે માટે મસ્તક પર પા ઘડી બાંધે છે, અને તેથી તે એમ સૂચવે છે કે, જગતમાં પા ઘડીના જીવનને પણ વિશ્વાસ નથી, કેઈ પિતાને અમર માની લેશે નહીં. મનુષ્યના માથે કાળ ભમે છે, તે કાળ, મનુષ્યના પ્રાણનું અપહરણ કરતાં પા ઘડીને પણ વિલંબ લગાડનાર નથી, માટે ચેતવું હોય તે ચેતી લો. પા ઘડીને પણ ભરૂસે નથી એમ પુરૂષો માથે પાઘડી ઘાલીને હરતાંફરતાં, ખાતાં પીતાં, ચૌટામાં, સભામાં, અને ઘરમાં વગેરે સર્વત્ર મનુષ્યને ચેતાવ્યા કરે છે માટે હે ઘડીયાલી ! તારે ઘડીયાલ વગાડવાનું હવે કંઈ પણ પ્રયોજન નથી. શ્રીમદ્ આનન્દઘનજી આ પ્રમાણે ગાઈને એમ હાર્દ પ્રકાશે છે કે આ જગતમાં પા ઘડી જીવવાને પણ ભરૂસે નથી. ઘડી ઘડી કરતાં આયુષ્ય ચાલ્યું જાય છે. કોણ જાણે કઈ વખતે, ક્યાં, કેવી સ્થિતિમાં, પ્રાણ નીકળી જશે તે મનુષ્ય જાણી શકતા નથી. માટે મૃત્યપૂર્વે ધર્મસાધન કરી લેવું જોઈએ. હે આત્મન ! તું ચેતી લે. હું ઘડીયાલીના દૃષ્ટાંતવડે તને કાળની યાદી દેવરાવું છું. માટે હવે ક્ષણમાત્ર પણ પ્રમાદમાં ગાળ નહીં. શ્રી મહાવીરસ્વામીએ ગૌતમને કહ્યું હતું કે, હે ગૌતમ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ કર નહીં. શ્રીમાન્ આનન્દઘનજી પણું વીરપ્રભુના ઉપદેશને હદયમાં તાજો રાખવાને આ પ્રમાણે ગાઈને પિતાના આત્માને ચેતાવે છે.
For Private And Personal Use Only