________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમમુનિરાજ શ્રી બુદ્ધિસાગરછકૃત, શ્રી આનન્દઘનપદસંગ્રહ ભાવાર્થ.
पद १.
(રાગ વેવ.) क्या सोवे उठ जाग बाउ रे क्या० ॥ अंजलि जल ज्युं आयु घटतहे
હેત પહોચિયાં વરિય વાહ રે. રયા છે ? ભાવાર્થ-હે ચેતન! જાગ્રત થા. અરે મૂર્ખ, ભોળા, તું શું મોહનિદ્રાથી ઉંઘે છે ! અંજલિમાં રહેલા જલની પેઠે આયુષ્ય ઘટે છે. પહેરગીરે ઘડીઆલ ઉપર વખત જણાવવાને ટકે મારે છે, અને તેથી તારે સમજવાનું કે આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે, ગયું આયુષ્ય કદી પાછું આવવાનું નથી. ચિન્તામણિ રત્ન કરતાં અતિ દુર્લભ મનુષ્યભવ મળ્યો છે, દશ દષ્ટાતે દર્લભ એવા મનુષ્યજન્મને મોહઉંઘમાં વ્યતીત કરે તે તને ઉચિત નથી. તું એમ ધારતો હોઈશ કે, સંસારમાં હું શરીરવડે અમર રહેવાનો છું આમ ધારવું પણ બિલકુલ અયોગ્ય છે. કારણ કે, સંસારમાં ગમે તે ગતિમાં અવતાર લેવો પડે તો પણ ત્યાં આયુબની નિયમ છે. આયુષ્ય ક્ષણે ક્ષણે ખરે છે, અને ગમે તેવું શરીર ધારણ કરવામાં આવે તો પણ તેને અતે ક્ષય થયા વિના રહેતા નથી. તું એમ જાણતો હોઈશ કે, મારું શરીર તો વજ જેવું છે, તેથી મને કેાઈ જાતને ભય નથી આમ પણું ધારવું યોગ્ય નથી. કારણ કે ગમે તેવું વજ જેવું શરીર હોય તે પણ આયુષ્યનો તે ક્ષય થયાવિના રહેતો નથી. મરના ભયથી કેાઈ પાતાળમાં પેસે તો પણ કાળ, તેને છોડતો નથી. કડો ઉપાયો કરે તો પણ પાણુંના પરપોટાની
For Private And Personal Use Only