________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪ર ) તેમજ પોતાને મળેલી શક્તિને દુરૂપયોગ કરતા નહતા. પિતાનામાં અનેક શક્તિ પ્રગટી છે એમ કેઈને જાણવા દેતા નહતા. સાગરની પેઠે ગંભીર બની-રતની પેઠે ચમત્કારને, અન્યોને ખાસ કારણુવિના જાણવા દેતા નહતા. જગતને ચમત્કારે બતાવીને જાહેરમાં મોટા મનાવાને તેમના મનમાં લેશમાત્ર પણ સંકલ્પ પ્રગટતો નહતો. લોકેષણું અને અહંવૃત્તિથી નિર્લેપ રહેવા સદા આત્મજ્ઞાનને ઉપગ ધારણ કરતા હતા.
વિરાગ્ય અને ત્યાગવિના આત્માનું હિત સાધી શકાતું નથી. શ્રીમદ્
આનન્દઘનજીમાં ઉત્તમ પ્રકારને વૈરાગ્ય હતા. શાસ્ત્રોમાં શ્રીમદુમાં કયા વૈરાગ્યના ત્રણ ભેદ બતાવ્યા છે. ૧ દુઃખગર્ભિત વૈરાગ્ય વૈરાગ્ય હેઈ શકે.
૨ મેહગર્ભિત વૈરાગ્ય. અને ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
દુખગર્ભિત વૈરાગીઓ સંગ્રામમાંથી અધીરા પુરૂષોની પેઠે પુનઃ સંસારમાં આવવાની ઈચ્છા કરે છે. દુ:ખગર્ભિત વૈરાગી જીવ શુષ્ક ન્યાયગ્રન્થ તથા વૈદક શાસ્ત્રને અભ્યાસ કરીને આજીવિકા ચલાવે છે પણ તેઓ શમનદીરૂપ સિદ્ધાંત પદ્ધતિને જાણી શકતા નથી. દુઃખગર્ભિત વૈરાગી છ ગ્રન્થના ખંડ ખંડ બોધથી અહંકારરૂપ ગરમીને ધારણ કરે છે–તેઓ સમતામૃત નિર્જરભુને પ્રાપ્ત કરી શકતા નથી. દુખગર્ભિત વૈરાગી સાધુને વેષમાત્ર ધારણ કરનારા હોય છે. ઘરમાં અન્ન માત્ર દુર્લભ છે અને દીક્ષા લેવાથી લાડવા મળે છે, આવું દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. પરમાર્થને જાણ્યાવિના સંકટ અને દુખમાંથી મુક્ત થવા ગાડરીયા પ્રવાહની પેઠે દુ:ખગર્ભિત વૈરાગી જી ઉપર ઉપરના સાધુપણુને ધારણ કરે છે. સિદ્ધાંતોને અવલંબીને વિરૂદ્ધાર્થ ભાષણ કરનારા મેહગર્ભિત વૈરાગ્યવાળા જીવો હોય છે. મેહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું કુશાસ્ત્રોમાં ડહાપણ હોય છે. મોહગર્ભિત વૈરાગીઓમાં સ્વછંદતા, કુતર્ક અને ગુણવંતની સ્તવનાનો ત્યાગ હોય છે. મોહગર્ભિત વૈરાગી સાધુઓ પિતાની બડાઈ કરે છે, તથા અન્ય મનુષ્યોને દ્રોહ કરે છે. મેહગર્ભિત વૈરાગી સાધુઓ કલહ લડાઈ ટા કરે છે અને અનેક પ્રકારના કપટથી પિતાનું જીવન ગુજારે છે. મેહગર્ભિત વેરાગીઓ પાપને ઢાંકે છે અને શક્તિની બાહાર કિયાને આદર કરે છે. ગુણને રાગ ન કરે, પોતાના ઉપર અન્યએ કરેલા ઉપકારને ભૂલી જવે, ઈત્યાદિ મોહગર્ભિત વૈરાગ્યનાં લક્ષણ હોય છે.
તત્ત્વના જાણ એવા સ્યાદ્વાદીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જેને વિચાર પુષ્ટ હોય છે અને જેની બુદ્ધિ પિતાના અને પરનાં શાસ્ત્રોમાં
For Private And Personal Use Only