________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦) સહન કરનાર ક્ષમાશીલ મૂર્તિની જેટલી સ્તુતિ કરીએ તેટલી જૂન છે. જૈન શાસનની પ્રભાવના કરવામાં અન્ય સાધુઓને શ્રીમદે જે કિસ્મતી સલાહ આપી છે તે કદિ ભૂલવા ગ્ય નથી. અધ્યાત્મજ્ઞાનના પ્રચારક અને ઉદ્ધારક તરીકે તેમનું નામ સદા અમર રહેવાનું. અઢારમા શતકમાં ઉત્ક્રાંતિના મુખ્ય નાયક તરીકે શ્રીમદ્ આનન્દઘનજી-શ્રીમદ્ યશેવિજય ઉપાધ્યાયજી, શ્રીમદ્ સત્યવિજયજી-શ્રીમદ્ વિનયવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિ વગેરે મહાપુરૂષો ગણું શકાય. શ્રીમદ્ આનન્દઘનજીની આત્મદશા અત્યન્ત જાગ્રતુ હતી. વસ્તુતઃ તેમનાં વચનો વાચકેના હૃદયમાં ઉંડાં વ્યાપી જાય છે, તેમજ તેમના વચન દ્વારા તેમનું જીવન વિચારતાં તેઓ શાંતરસના નાયક હતા એમ એકી અવાજે વાચકે બેલી ઉઠે છે.
શ્રીમદ યશોવિજયજીએ જૈનધર્મની સેવા કરવામાં મન-વાણી અને કાયાનો પરિપૂર્ણ ભાગ આપી જે ઉપકાર કર્યો છે તે કદિ વિસરાય તેમ નથી. તેમનાં પુસ્તકેથી તે સદાકાલ ભવિષ્યમાં જીવતાની પેઠે બોધ આપ્યા કરશે. શ્રીમદ્ આનન્દઘનજીએ પિતાની સાધુપણુની પૂર્વાવસ્થામાં, વ્યાખ્યાન વડે આત્મભેગ આપીને ધમૅની અપૂર્વ સેવા બજાવી છે. શ્રીમદ્ આનન્દઘનજીએ દશવૈકાલિક સૂત્રની પહેલી ગાથાનું વ્યાખ્યાન છ માસ સુધી કર્યું હતું. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મ છેધનાં પદો વગેરે રચીને જે ઉપકાર કર્યો છે તે કદી વિસ્મરાય તેમ નથી. શ્રીમદ્ આનન્દઘનજીએ મેડતામાં વાસ કર્યો તે વખતે ત્યાં કરેડા
ધિપતિ, લક્ષાધિપતિ નાગરિકે વસતા હતા. તે વખતે શ્રીમમાં અને મેડતીયા રાજપુતોની ઝાહોઝલાલી સારી રીતે હતી;-તેનું ક્ષયલબ્ધિની ઝાંખી.
વૃત્તાંત જાણવું હોય તે ટોડરાજસ્થાન વાંચવાની ભલામણ
કરવામાં આવે છે. પાષાણુથી વિરચિત ઉચ્ચ પ્રાસાદો ત્યાં શોભી રહ્યા હતા. રાશી ગચછના ઉપાશ્રયો ત્યાં શેભી રહ્યા હતા અને તેમાં અનેક ચતિઓ સ્વધર્મપરાયણ થઈને આત્મકલ્યાણું કરતા હતા. શ્રીમદાનંદઘનજી મહારાજપર એક શ્રાવિકાનો ધાર્મિક પૂર્ણરાગ હતું, તે શ્રાવિકાને પતિ મરી ગયો હતો અને તેને પુત્ર હતા. તેના ઘરમાં કરોડો રૂપૈયા હતા. એક વખત જોધપુરના રાજાને યુદ્ધના પ્રસંગે ધનની અતિ જરૂર પડી, તેથી જોધપુરના રાજાના સિપાઈઓ ધનવાનોની પાસેથી ધન એકાવવા મેડતામાં આવ્યા. રાજાના સિપાઈ
એ ધનવંતી શ્રાવિકાના ઘર ઉપર ઘેરો ઘાલ્યો ને કહ્યું કે તું રાજાને ધન આપ. તારા ઘરમાં કરડે રૂપૈયા છે એમ અમોએ સાંભળ્યું છે.
For Private And Personal Use Only