________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭) જાણતા નથી પણ એક સેવડાની મેં મશ્કરી કરી હતી તેણે મને કહ્યું કે “વાલાદવા વેરા હા હે” આટલું તેનું બેલેલું હું જાણું છું. શાહજાદાના મિત્રો વગેરેએ જાણ્યું કે ખરેખર એ સેવડાએ કંઈ કર્યું છે. શાહજાદાના મિત્રોના કહેવાથી વિકાનેરના રાજાએ સેવડાઓને પુછાવ્યું. અસ્તે ખરા સમાચાર મળ્યા કે, એ કામ તે આનન્દઘનનું લાગે છે; માટે તેમની પાસે જાઓ. રાજા વગેરે ખળ કરતા કરતા શ્રીમદ્ આનન્દઘનની પાસે આવ્યા, અને શ્રીમદ્ આનન્દઘનજીને ઘણું આજીજી કરી. શ્રીમદે કહ્યું કે બાદશાહના બેટા, સન્તસાધુઓકે સતાતા હે ઓર ઉસકી મશ્કરી કરતા હૈ તો ઉસકીભિ મકરી હવે ઉસમેં કયા આશ્ચર્ય હૈ? શાહજાદાએ કબુલ કર્યું કે હું સાધુ સેવડાઓને છેડીશ નહિ. શ્રીમદે શાહજાદાને કહેવરાવ્યું કે “બાદશાહકા બેટા ચલેગા” આ પ્રમાણે શાહજાદાને શબ્દો સંભળાવ્યા કે શાહજાદાને ઘેડે ચાલવા લાગ્યો. શાહજાદો આવો ચમત્કાર દેખી ખુશી થયો અને તેણે શ્રીમનાં દર્શન કર્યો અને કહ્યું આનન્દઘન તે ઓલીયા . શ્રીમ, સાધુસતેને ઉપદ્રવ ટાળવા માટે શાહજાદાને આ ચમત્કાર દેખાડવો પડ્યો.
એક વખત શ્રીમદ્ આનન્દઘનજી મારવાડના એક ગામડામાં કેઈ ગરીબ વણિકને ત્યાં કેટલાક દિવસ રહ્યા હતા. એક વખતે તે ઘરને વાણિયો મહાચિંતાતુર ચહેરે શ્રીમની આગળ આવીને વંદન કરી બેઠે અને દુઃખથી તેની છાતી ભરાઈ જવાથી રેવા લાગ્યું. શ્રીમદે રેવાનું કારણ પૂછયું. પેલા વાણિયાએ પોતાની દુઃખની વીતક વાર્તા કથી. શ્રીમદે પેલા વાણિયાને કહ્યું કે તારી પાસે લોઢું હોય તે લાવ. પેલા વાણિયાએ એક શેરીઓ લાવી શ્રીમને આપે. પ્રાતઃકાલમાં શ્રીમદ્ રહેલા વિહાર કરી ગયા. પેલે વાણિજ્ય શ્રીમદ્
જ્યાં બેઠા હતા ત્યાં જઈ જોવા લાગ્યો તે શ્રીમદ્ ત્યાં દેખાય નહિ. શ્રીમદ્ બેઠા હતા ત્યાં પોતાનો એક શેરીએ દેખવા લાગ્યો પણ લોઢાનો શેરીઓ દેખાયે નહિ, પણ તેના ઠેકાણે એક સેનાનો શેરીએ દેખા. પેલા વાણિયાએ સુવર્ણન શેરીઓ લીધે અને દેવું ટાળી સુખી થ. તે મનમાં પશ્ચાત્તાપ કરવા લાગે કે અરેરે ! મેં આનન્દઘનજીને જે મણ બમણું લેટું આપ્યું હોત તો કેટલું બધું સુવર્ણ થઈ જાત. સારાંશ કે શ્રીમદ્ આનન્દઘનજી કેઈનું દુ:ખ દેખીને તેને ઉપકાર કરવા બને તેટલું કરતા હતા. શ્રીમદ્ પિતાના આત્મામાં રમણતા કરતા હતા છતાં અને પ્રસંગોપાત્ત ઉપકાર કરવા ચૂકતા નહતા, એ તેમના વિચારો
૧ સેવડાને મૂળ સંસ્કૃત ભાષામાં જેતપર (શ્વેતવસ્ત્રને ધારણ કરનાર) એ રાષ્ટ્ર છે.
For Private And Personal Use Only