________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
शरीररूपलावण्यवप्रच्छन्नध्वजादिभिः वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् ।। ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १२५ ॥
(૩ષ્યમિતા બારમનિશ્ચયાધાર.) શરીર, રૂ૫, લાવણ્ય, વપ્ર, છત્ર, અને દેવદિવડે શ્રીવીતરાગ દેવની વર્ણન કરવામાં આવે છે તે, શ્રીવીતરાગ પ્રભુની વાસ્તવિક ઉપવર્ણના નથી; તે તે ઔપચારિક વ્યવહાર સ્તુતિ છે; અને જે વીતરાગ પ્રભુના જ્ઞાનાદિક ગુણોની વર્ણન છે, તે વાસ્તવિક વર્ણના
સ્તુતિ, વા નિશ્ચય સ્તુતિ છે. શ્રીમલ્લિનાથના સ્તવનમાં શ્રીમદે પ્રભુની વાસ્તવિક સ્તુતિ કરેલી છે તે વાચકોને સ્પષ્ટ રીતે અવાધાય છે. વાસ્તવિક સ્તુતિને શ્રીઉપાધ્યાયજી દષ્ટાન્તથી નીચે પ્રમાણે જણાવે છે.
पुरादिवर्णनाद् राजा स्तुतः स्यादुपचारतः तत्त्वतः शौर्यगाम्भीर्यधैर्यादिगुणवर्णनात् ॥ १२६ ॥
(મધ્યાત્મસાર) નગર વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ કરવી તે ઉપચારથી સ્તુતિ થાય છે, અને રાજાના શૌર્ય-ગાંભીર્ય અને શૈર્ય વગેરે ગુણેથી, રાજાની સ્તુતિ કરવી તે તત્વથી (વાસ્તવિક) સ્તુતિ કહેવાય છે. શ્રીમદ્રના સ્તવનોમાં વાસ્તવિક સ્તુતિના વિચારોનાં અમૃત ઝરણું વહ્યા કરે છે. પ્રભુના વાસ્તવિક ગુણોને અવબોધ્યાત્રિના પ્રભુની વાસ્તવિક ઉપવર્ણના થતી નથી.
શ્રીમદે રચેલાં પદમાં, આમાના ગુણોની પ્રાપ્તિ માટે આ ત્માના ગુણેને ઉદ્દેશી, વાસ્તવિક–આધ્યાત્મિક ઉપવર્ણના અવેલેકવામાં આવે છે. શ્રીમદનાં પદોમાં સ્વસમયની દષ્ટિની વિશાલતા અવલોકવામાં આવે છે. શ્રીમદે અનેક રોગોમાં પદો રચ્યાં છે, તે ઉપરથી જાણી શકાય
છે કે, તેમને રાગ રાગણનું સારું જ્ઞાન હતું, તેમજ શ્રીમદ્દનું સં. તેઓ ઉચ્ચ ગયા હતા. શ્રીમદ્ ગૃહસ્થાવાસમાં અનેક ગીત જ્ઞાન
ગવૈયાઓના સમાગમમાં આવ્યા હતા અને તેમની પાસેથી સંગીતને સારી પેઠે અભ્યાસ કર્યો હતો. ગૃહસ્થાવાસમાં તે સમ યનાં અનેક વાજીંત્રોને તેઓ વગાડી જાણતા હતા. સંગીત સાહિત્ય પ્રદેશમાં તેઓ વિચાર્યા હતા. નવરસને તેઓ આત્મામાં ઉતારી જાણતા હતા. સંગીતજ્ઞોની સાથે ગૃહસ્થાવાસમાં સ્પર્ધામાં ઉતરતા
For Private And Personal Use Only