________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧) ગંભીર મુદ્રાથી કહ્યું કે–મારા મનમાં તે આપવાની ઈચ્છા હતી, પણ હે માગી તેથી તે મળે તેમ નથી. “માગે તેથી આઘે” આ પ્રમાણે કથીને શ્રીમદ્ આનન્દઘનજી વનમાં ગયા. ઉપાધ્યાયજીએ વિચાર કર્યો કે જેવી ભવિતવ્યતા. શ્રી મદ્ ઉપાધ્યાયજી અને આનન્દઘનજી નિષ્કામ સેવા અને પરમાર્થ બુદ્ધિથી વર્તનારા હતા, તેથી કેઇના મનમાં આ બનાવથી શુદ્ધ પ્રેમની ગાંઠમાં અંશમાત્ર હાની આવી નહિ.
શ્રીમદ્ આનન્દઘનજીના સમયમાં પ્રેમ લક્ષણા ભક્તિનો મારવાડ અને ગુજરાત વગેરે દેશમાં હિન્દુઓમાં ઘણે પ્રચાર થયો હતો. મીરાંબાઈ મારવાડમાં થયા બાદ, ભરથરી લોકેએ મીરાંબાઈનાં બનાવેલાં કૃષ્ણ અને રાધાનાં ભજનો ગાઈને, મારવાડમાં વૈણુ ધર્મની જાગૃતિ કરી હતી. કબીર વગેરેનાં પદ અને તુલસીદાસનાં પદેને પ્રચાર ગુજરાત-મારવાડ અને હિન્દુસ્થાનમાં થયો હતો. જેમાં પદ (પ) ગાવાની ઈચ્છા સ્કરી આવી હતી. હિન્દુસ્થાની
- ભાષામાં આત્મા અને તેની સુમતિ તથા કુમતિ એ બે ભાષામાં જૈન વે માર્ગમાં સ્ત્રીઓનાં પાત્ર બનાવીને, શ્રીમદે અધ્યાત્મજ્ઞાનનાં એવાં આધ પદરચ- સરસ પદે હદયના ઉદ્દગારરૂ૫ રચ્યાં કે, જે પદેના ગાનથી નાર શ્રીમદુઆ- ગાનારાઓને અત્યંત આનન્દ મળવા લાગ્યો. અધ્યામાનન્દઘનજી.
* નીઓ શ્રીમનાં પદો સાંભળીને અધ્યાત્મપદરૂપ આનન્દસરેવરમાં ઝીલવા લાગ્યા. શ્રીમદ્દ જ્યારે અધ્યાત્મના તાનમાં આવી જતા ત્યારે પિતાની મેળે પદેને લલકારતા અને સહજાનન્દ રસમાં લદબદ થઈ જતા. આત્માનું ધ્યાન અને આત્મસમાધિમાં રમણુતા કરતાં ડુંટીના ઉમળકાથી અકૃત્રિમ હૃદયેગારોને પ્રવાહ ખરેખર શબ્દદ્વારા પ્રવહે છે અને તે જાણે દિવ્ય જ્ઞાનગંગાનો જીવતો પ્રવાહ હોય તેવો દેખાય છે. શ્રીમનાં પદોમાં તેવી જીવતી ભાષાની ઝાંખી જણાય છે. ડુંટીના ઉભરા વિના અકૃત્રિમ ઉદ્ગાર નીકળતા નથી. જૈન શ્વેતાંબર માર્ગમાં પદની પદ્ધતિથી હૃદયના ઉગારોને ભાષા દ્વારા બહારૂ કાઢવાની રીતિની શરૂઆત તેમનાથી થઈ છે. શ્રીમના પૂર્વ એવી પદો રચવાની રીતિ ન હતી-આનન્દઘનજીની પદરચનાનું અનુકરણ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનસારજી વગેરેએ કર્યું અને હાલ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ ચાલુ છે. શ્રીમદ્ આનન્દઘનજી સત્યના રાગી હતા. પક્ષપાત વિના વિસ્તુતત્ત્વનો આગમ અને યુક્તિ વડે વિચાર કરતા હતા. ઘણું જૈનેને તેમના વચનની પ્રતીતિ હતી. તે સમયમાં ગોની સામાન્ય ચર્ચાઓએ પક્ષપાતનું ઝાંખું રૂપ લીધું હતું. દરેક
For Private And Personal Use Only