________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ ) શેઠની સ્ત્રી સાથે આડે વ્યવહાર છે. શ્રીમદે લેકઝાને જીતી હતી તેથી તેમના મનમાં આવી ખોટી અફવા સાંભળવાથી જરા માત્ર ખોટું લાગ્યું નહિ અને ઉલટા ધર્મમાં વિશેષતઃ આરૂઢ થયા. કેટલાક એકાન્ત વ્યવહારપક્ષી જડ લેકે શ્રી મને હલકા પાડવા ધૂર્ત-પાખંડી વગેરે શબ્દોથી ગલી પ્રદાન કરવા લાગ્યા, તોપણ શ્રીમના મનમાં જરામાત્ર ઓછું આવ્યું નહિ. શ્રીમદ્ પરિપૂર્ણ જાણતા હતા કે આત્માના ગુણેને આત્માની સાક્ષીએ સેવીને મેક્ષ મેળવવાનો છે, કંઈ દુનિયાના સટીફીકેટથી મોક્ષ પમાતો નથી. કિંવદનતી પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજી એક વખત મેડતા વા
અન્ય કેઈ ગામમાં ગયા હતા અને ત્યાંના રાજાની રાજાની બે બે પુત્રીઓ તે વખતે વિધવા થઈ હતી. રાજાની બે વિધવા પુત્રીએને બેધ.
* પુત્રીઓ દરરોજ રૂદન કર્યા કરતી હતી. ઘડીમાત્ર
પણું રૂદન કર્યાવિના રહેતી નહોતી. રાજાએ હજારો ઉપાયો કર્યા પણ બે પુત્રીઓને કઈ રીતે શેક ટ નહિ. રાજાએ અન્ય લોકોના મુખેથી સાંભળ્યું કે શ્રીમદ્ આનન્દઘન સિદ્ધપુરૂષ છે તે કોઈપણ ઉપાયે પુત્રીઓના શોકને દૂર કરશે. રાજાએ શ્રીમદ્ આનન્દઘનજીને વિનંતિ કરી. અને પોતાની બે પુત્રીઓને શ્રીમની પાસે મોકલી. શ્રીમદે હદયમાં દયા લાવીને બે પુત્રીઓને ખરા આત્મસ્વામીનું સ્વરૂપ સંભળાવ્યું, તેમજ સંસારની અસારતા-ક્ષણભંગુરતા સમજાવી. તેમના ઉપદેશથી રાજાની બે પુત્રીઓનો શેક ટળે તેથી તેઓ શ્રીમદુની પાસે ધર્મનો ઉપદેશ વિશેષ શ્રવણું કરવા લાગી અને શ્રીમદ્ભી સેવા કરવા લાગી. શ્રીમના આધ્યાત્મિક ઉપદેશની બે પુત્રીઓને એટલી બધી અસર થઈ કે તેથી રાજાની પુત્રીઓ વિષયવાસનાને ભૂલી ગઈ અને મેમાં લયલીન બની ગઈ. રાજાની બે પુત્રીઓના પરિચયથી દર્જન લોકોએ એવી ખોટી અફવા ફેલાવી કે, શ્રીમનો રાજાની બે પુત્રીઓ સાથે આડે વ્યવહાર છે. આ વાત ગામેગામ ફેલાઈ જવાથી રાજાના કાને ગઈ. એક દિવસ આ બાબતને નિશ્ચય કરવા રાજા તથા ગામના આગેવાન લેકે શ્રીમદ્ભી ખાનગી ચર્ચા જોવા લાગ્યા. શ્રીમદે તે વખતે અભુત ઉપદેશ આપે અને અગ્નિમાં બેહસ્ત રાખીને અભુત ચમત્કાર દર્શાવ્યો કે જેથી લોકોને સંશય ટો અને શ્રીમના ચારિત્ર્યપર પૂર્ણ વિશ્વાસ પ્રગટયો. રાજાએ શ્રીમદના પગમાં પડીને પોતાને અપરાધ ખમાવ્યો. આ કિંવદન્તીમાં શું સત્ય છે તેને નિર્ણય વાચકોએ કરી લે.
શ્રીમદ્ આધ્યાત્મિક જ્ઞાનને ઉપદેશ દેતા હતા અને અધ્યાત્મજ્ઞાન
For Private And Personal Use Only