________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અને કુશીલ નિર્ગળ સાધુઓની જોગવાઈ તો હતી, એટલે તેથી એમ સિદ્ધ થાય છે કે, તેમણે પોતે જે જ્ઞાન ધ્યાન પ્રાપ્ત કર્યું હતું તેનાથી અધિક જ્ઞાન ધ્યાન સમાધિમાં આગળ ચઢાવનાર ગુરૂની જોગવાઈ હતી નહિ, પરંતુ તેમના કરતાં ભિન્ન ક્ષયોપશમચારિત્રવાળા સાધુઓ તે તે કાલમાં હતા; અને એ બાબતને તે તેમના કોઈપણ વચનથી નિષેધ થતું નથી. એ ઉપરથી સાર એટલો નીકળે છે કે, તે વખતમાં આનન્દઘનજીએ જૈનાગમોના અનુસારે–અકુશ કુશીલ અને નિર્ઝેન્થરૂપ ગુરૂઓ તે દેખ્યા હતા, પણ પિતાની જે દશા હતી તે દશામાં આગળ ચઢાવે એવા ગુરૂની કૃતના અનુસારે જોગવાઈ તેમને–આગળની અનુભવદશામાં પ્રવેશ કરવા માટે–મળી નહિ. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય વગેરેમાં બકુશ કુશીલ નિર્ગસ્થની અપેક્ષાએ ગુરૂપણું હતું અને તે તો તેમને મળ્યા હતા, પરંતુ પિતાને ધ્યાનસમાધિને જે અનુભવ થયો હતો તેમાં આગળ ચઢાવે એવા ગુરૂનો જોગ “મને મળતો નથી” એમ તેમણે ગાયું છે. સાધુઓ અને સાધ્વીઓ વિના જૈનશાસન હતું નથી. તે કાલમાં પિતાની આગળની દશાને અભિનવ અનુભવ આપે એવા ગુરૂ મને મળતા નથી અને મારાથી ચારિત્રની પ્રતિલેખનાદિ ક્રિયા શ્રુતજ્ઞાનાનુસારે યથાગ્ય કરી શકાતી નથી, તેથી મારા સઘળા મનમાં એટલે ચિત્તના અણુઅણુમાં, અર્થાત ચિત્તના સઘળા ભાગમાં ઘણેજ ખેદ થાય છે, એમ આનન્દઘનજીએ સૂચવ્યું છે; આ પ્રમાણે તેમના હૃદયનું અને તેમના પદોનું ધ્યાન ધરતાં પિસ્તાલીશ આગમ, પંચાંગી અને પરંપરાથી અવિરૂદ્ધ તથા પ્રાય: તેમના હદયના આશયથી અવિરૂદ્ધ એવો ઉપર્યુક્ત અર્થ અમારા હૃદયમાં ફર્યો છે તે લખે છે. વિશેષ તે ગીતાર્થ મુનિવરે-આચાર્યો અને ઉપાધ્યાયે વગેરે બહુશ્રુત કથે તે ખરૂં.
શ્રીમદુનાં વચનોમાં બીજા-ચોથા અને એકવીશમાં સ્તવનની કડીઓમાં જે શંકાવાદીએ વિરોધ દર્શાવ્યો હતો તે ઉપર્યુક્ત વચનથી દૂર કર્યો. ગુરૂની પરંપરા અને આગમામાં મધ્યસ્થભાવ ધારણ કરીને સત્યાર્થ ગ્રહણ કરવા તત્પર થવું. અનેકાન્ત નયવાદશૈલીએ પૂર્વે અને આગમોને લોપ થતાં હાલ જે આગામે રહ્યાં છે તે સંબંધી વિચાર કરી સત્ય તત્ત્વ ગ્રહણુ કરવા પ્રયત્ન કરો. આગમમાં પરસ્પર
જ્યાં વિરોધ દેખાય ત્યાં જ્ઞાનીના વચનાનુસારે સમાધાન પ્રાપ્ત કરવા લક્ષ્ય દેવું, પણ નાસ્તિકતા લાવવી નહિ. અગીયાર અંગોના ઘણું પાડે વિચ્છેદ થઈ ગયા છે, અને જે છે તે અમૃતના કુંડ છે. અમૃતસાગરમાંથી અમૃતની પ્રાપ્તિ કરીને રેગ ટાળી શકાય, તેમ અમૃતના કુંડમાંથી અમૃત ગ્રહીને સુખ પ્રાપ્ત કરી શકાય છે, માટે શ્રી વીરપ્રભુની વાણુને
For Private And Personal Use Only