________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) શ્રીમદે સાતમા પદમાં યોગને અનુભવ વર્ણવીને ગજ્ઞાનને
દુનિયાને પરિચય આપ્યો છે. તેમણે ગનાં અનેક મને યાગ- શાસ્ત્રો અવલોક્યાં હતાં અને યોગસમાધિનો અને જ્ઞાન.
ભ્યાસ કર્યો હતો. આત્માને સંન્યાસીની ઉપમા આપવામાં આવી છે અને શરીરને મઠની ઉપમા આપી છે તેથી એમ અનુમાન કરી શકાય છે કે, તેમણે સંન્યાસીઓના મઠમાં વાસ કર્યો હોવો જોઈએ અને ત્યાં પ્રસંગોપાત્ત એગના વિચારેની ધૂનમાં ને ધૂનમાં કેગના ઉદ્ધાર પદ તરીકે બહાર કાઢયા હોય. હગ સમાધિનો તેમણે અભ્યાસયોગે અનુભવ કર્યો છે એમ નિશ્ચય કરાય છે.
સમાધિ પ્રાપ્ત કરીને તેમણે લોકોને પ્રસંગોપાત્ત—અમુક ચમત્કારેન ધામભૂત એવો પોતાનો આત્મા છે એવો ખ્યાલ બાંધવાનાં કારણાને સ્થાન આપ્યું છે. સાતમાં પદમાં સહજસમાધિનું સ્વરૂપ આલેખ્યું છે અને તેની સાથે અજપા જાપ કે જેને યોગીઓ જાણે છે તેનું તેમણે દિગ્ગદર્શન કર્યું છે.
આઠમા પદમાં અધ્યાત્મજ્ઞાનને, સુમતિ આદિ પાત્રોવડે સ્વાનુભવ પ્રગટ કર્યો છે તે ખરેખર મનનીય છે. નવમા પદમાં પણ અધ્યાત્મના ઉતારે છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના ઉકારેવડે સ્વાનુભવરસને શબ્દદ્વારા પ્રકટ કર્યો છે. અગીયારમા પદમાં આધ્યામિક પાત્રોદ્વારા આતમા અને મેહનું યુદ્ધ દર્શાવીને પિતાના આત્મામાં પ્રગટતી દશાનો ખ્યાલ આવ્યો છે. બારમા પદમાં અધ્યાત્મદષ્ટિએ અત્તરમાં રાધા અને ફરજાના ચોપાટની રમત કેવી રીતે રમાય છે તેને આબેહુબ ચિતાર આપે છે. તેરમા પદમાં આધ્યાત્મિક અન્તરપાત્રોના વિચારે દર્શાવીને આત્માની દશાનું ઉચ્ચ ભાન કરાવ્યું છે. ચઉદમા પદમાં અન્તમાં રહેલા પાત્રોના વિચારેને દર્શાવ્યા છે અને સમતા આદિનું શ્રેષ્ઠત્વ દર્શાવ્યું છે. સમતાએ આ ત્માને શિખામણ આપી છે તેનું સ્વછ ચિત્ર દોરવામાં આવ્યું છે. પન્નરમા પદમાં જ્ઞાનરૂપી ભાનુનો અન્તમાં પ્રકાશ થતાં, જે દશા થાય છે તેના ઉદ્ધારે દેખવામાં આવે છે. સોળમા પદમાં સમતા પિતાને ઘેર ચેતન સ્વામિની આવવાની રાહ જોઈ બેઠી છે તત્સંબધી ઉદ્ધારે છે. સમતાને આત્મપતિ પર કેટલે બધે પ્યાર છે તેને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સમતાના વાકમાં શુદ્ધ પ્રેમરર છલકાઈ જતે માલુમ પડે છે. સત્તરમા પદમાં અન્તમાં રહેલી સ્ત્રી પોતાના સ્વામીને, પુત્રને નહિ ધમકાવવા સંબધી ઉપાલંભ આપે છે. અઢારમા પદમાં ચેતનની સ્ત્રી રીસાણી છે તેને મનાવવા માટે આભાને સુમતિએ ઉપદેશ આ
For Private And Personal Use Only