________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) તે સંબન્ધી કાઢેલા ઉદ્ધાર વડે શ્રીમદ્રના હૃદયમાં તે સંબન્ધી શું થતું હશે તેનું અનુમાન થઈ શકે છે. છવીશમા પદમાં પોતાની જ્ઞાનસંબધી લઘુતાનું ચિત્ર આલેખેલું અવલકવામાં આવે છે. સત્તાવીશમા પદમાં સમજ્યાવિના દર્શનીએ પ્રભુનો જાપ જપે છે તે સંબધી ખેદ જણાવ્યો છે અને પરમાત્માને ઓળખીને સ્થાવવાની સૂચના કરેલી જેવામાં આવે છે. અાવીશમા પદમાં આશા સંબધી વિચારે જણાવ્યા છે અને
આશાનો ત્યાગ કરીને આત્માનુભવામૃતરસનું પાન કરઆશા અને વાનો સ્વસંકલ્પ દર્શાવ્યું છે. આ પદ સંબધી એક દંતકથા.
એવી દંતકથા શ્રવણ કરવામાં આવે છે કે–એક વખત શ્રીમદ્ મારવાડમાં વિચરતા હતા. ત્યાં સ્થાનકવાસી જૈને વસતા હતા, તેમજ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈને વસતા હતા–આનન્દઘનજી ગચ્છની ક્રિયા કરતા નથી, સ્થાપનાચાર્ય રાખતા નથી, અને એકલા ફરે છે, તેઓ વ્યવહારમાર્ગથી ભ્રષ્ટ થયા છે, એવા વિચારે ત્યાં ફેલાઈ ગયા હતા, અને કેટલાક વ્યવહારમાર્ગમાં એકાન્ત ચુસ્ત જૈને આનન્દઘનજીને ધિક્કારતા હતા. એક વખત શ્રીમદ્ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ )ના પારણે ખરા બપોરે આહારપાણી વહોરવા ગયા. ગૃહસ્થાને ત્યાં તેઓ આહારપાણીની આશાએ ફર્યો પણ ગમે તે કારણથી-દૈવયોગે આહાર મળ્યો નહિ; તેથી આનન્દઘનજી પાછા ગામની બહાર આવ્યા અને આહારપાણીની આશામાં લપટાયલા એવા પોતાના આત્માને ઉદ્દેશી નીચે પ્રમાણે સંબોધવા લાગ્યા કે- આશા નવી ક્યા , જ્ઞાનસુધારસ પાને મારામાં भटकत द्वार द्वार लोकनकें, कूकर आशाधारी ॥ आतमअनुभव रसके रसिया, કરે જ વરુ ઘુમારી. એ ઈત્યાદિ વિચારવડે પિતાના આત્માને ધ્યાનસમાધિમાં લયલીન કરી દીધો. ઓગણત્રીશમા પદમાં પિતાનું નામ વા રૂપ નથી તે સંબધી
ઉદ્ધારે છે. તે પદ સંબધી એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી નામ રાખ- એવું સાંભળવામાં આવ્યું હતું કે, એક વખત આનન્દ
ઘનજી મારવાડના કોઈ ગામમાં વિહાર કરીને ગયા હતા. ત્યાં એકાન્તસ્થાનમાં રહીને આત્મધ્યાન ધરતા હતા. તે ગામના શ્રાવકે તેમની પાસે આવતા હતા. એક વખત તે ગામના શ્રાવકે શ્રી મદ્ આનન્દઘનજીને વિનંતિ કરી કે સાહેબ ! આપની પાછળ આપનું નામ રહે તે માટે એક શિષ્ય કરે. શિષ્ય આપનું નામ રાખશેઆપની પાછળ આપના નામની યાદી માટે શિષ્ય કરો. શ્રીમદે શ્રાવ
નાર.
For Private And Personal Use Only