________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) આનન્દઘન–શરીરધારી એ પર આત્મા ભિન્ન છે અને પિતાને આત્મા ભિન્ન છે. અન્ય પ્રિયતમ તે કદિ પિતાને પ્રિયતમ થઈ શકતો નથી. સત્તાએ પરમાત્મરૂપ પિતાને આત્મા તેજ પ્રિયતમ કાન્ત છે અને તેની શુદ્ધ ચેતના તેજ સત્ય પ્રિયતમા કાતા છે. પરમાત્મા જે રૂષભદેવ ભગવાન કે જે અષ્ટકર્મથી રહિત-શુદ્ધબુદ્ધ પરમાત્મા થયા તેજ આપણા આત્મામાં રહેલી ચેતનાના નિમિત્તકારણરૂપે પતિ માનવામાં આવે તો આત્માની શુદ્ધતા થાય. સંસાર વ્યવહારથી મનાયેલા પતિ અને સ્ત્રીઓમાં પતિત્વ અને સ્ત્રીત્વને સંબન્ધ વસ્તુતઃ અવલોકતાં ભ્રાન્તિરૂપ ઠરે છે.
શેઠપુત્રી–આપણું કહેવું સત્ય છે અને પરમાત્મા શ્રી રૂષભદેવ ભગવાન તેજ શુદ્ધચેતનાના સ્વામી છે એમ મને સમજાય છે, પણ તે રીઝવાથી મારું શું કલ્યાણ થાય ?
આનન્દઘન–પરમાત્મા શ્રી રૂષભદેવને રાગ અને દ્વેષ નથી. તેમની, શુદ્ધ પ્રેમભક્તિ અને ધ્યાનથી ઉપાસના કરવાથી આપણે આત્મા કે જે સત્તાએ રૂષભદેવ સમાન છે તે પિતાના શુદ્ધ ગુણે પ્રગટ કરીને પરમાત્મા બને છે; એજ સ્વકલ્યાણ અને એજ નિમિત્તાલંબનની અપેક્ષાએ રીઝ અવધવી.
શેઠપુત્રી–પરમાત્મારૂપ સ્વામીને કેવી રીતે મળાય? તેના માટે તપ-જપ અને અગ્નિ વગેરેનું સેવન કરવું જોઈએ કે કેમ ?
આનન્દઘન–શેઠપુત્રી ! હું જે કથું છું તે તું એકાગ્ર ચિત્તથી સાંભળ. આપણે આત્મા તે સત્તાએ પરમાત્મા છે અને તેની શુદ્ધચેતના સ્ત્રી પણ આત્માની પેઠે અરૂપી છે. રૂષભદેવ પરમાત્માને સ્વામીરૂપ ધારીને તેની સેવા કરવાની આવશ્યકતા છે. આ પ્રમાણે ઉપદેશ દેતાં દેતાં, શ્રીમદ્ આનન્દઘનજી રૂષભદેવ પરમાત્માની પ્રેમભક્તિ સેવામાં તલ્લીન થઈને, હદયના ઉદ્દગારરૂપ સ્વકૃત વીસીમાંનું પ્રથમ સ્તવન બોલવા લાગ્યા.
પમવ સ્તવનમ્ . रुषभजिनेश्वर प्रीतम माह्यरो रे, ओर न चाहुं रे कंत. रीज्यो साहिब संग न परिहरे रे, भांगे सादि अनंत. रुपभ० ॥१॥ प्रीत सगाइ रे जगमा सहु करे रे, प्रीत सगाइ न कोय. प्रीत सगाइ रे निरुपाधिक कही रे, सोपाधिक धन खोय. रुपभ० ॥२॥
For Private And Personal Use Only