________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજા-રાણી દે મિલે ઉસમેં આનન્દધન”
કયા?
( ૧૮ )
શ્રીમદ્ વિષે કિંવદન્તી એવી સાંભળવામાં આવે છે કે, તેમને વચન સિદ્ધિ પ્રગટ થઈ હતી. જે મનુષ્ય, વચન સમિતિનું સમ્યક્ વચનસિદ્ધિ. પરિપાલન કરે છે અને વચગુપ્તમાં વિશેષકાળ રહે છે
તેમજ નાભિકમલમાં ધ્યાન ધરી પરાભાષામાં કલાકાના કલાકા પર્યન્ત લીન થઈ જાય છે તેને વચનસિદ્ધિ પ્રગટે છે. જે ધ્યાની વા સમાધિકારક પુરૂષ, કદિ શાપને દેતા ન હાય, કાઇનું પુરૂં કરવામાં જેને સૂક્ષ્મ પરાભાષામાંથી અંશમાત્રની પણ સ્ફુરણા ન થતી હાય અને હૃદય તથા વાણીમાં ઐકય ધારણ કરતા હોય, તેમજ પરાભાષાની સત્ય સ્ફુરણાને વૈખરીમાંથી બહાર કાઢવા ઉપયેાગપૂર્વક અભ્યાસ સેવા હાય છે તે આત્મધ્યાની મનુષ્ય, વચન સિદ્ધિને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. એક વખત શ્રીમદ્ ોધપુર પાસેના ડુંગરાની ગુફાઓમાં ધ્યાન ધરતા હતા અને પાસેનાં ગામડાંઓમાં ગેાચરી લેવા મહાર્ આવતા હતા. જોધપુરના રાણાની પટ્ટરાણીને અને રાજાને કેટલાક દિવસથી અણુમનાવ થયા હતા. રાણીએ રાજાને વશ કરવા અનેક ઉપાયેા કર્યાં પણ રાજાને વશ કરી શકી નહિ. કોઈ મનુષ્યે રાણીને કહ્યું કે જે આનન્દઘનજી મહાત્માની કૃપા થાય તે તારૂં કાર્ય સિદ્ધ થાય. રાણીના મનમાં એ વાતની શ્રા થઈ અને તે પેાતાના રસાલા સાથે આનન્દઘનજીનાં દર્શન આનન્દઘનજી જ્યાં રહેતા હતા તે સ્થાનની શોધ મળી અને તેણે શ્રી આનન્દઘનજીનાં દર્શન કર્યાં. કેટલાક દિવસપર્યન્ત રસાલા સાથે દર્શન કરવા આવવા લાગી, એક દિવસે તેણે પેાતાની વાત પ્રગટ કરી, અને કહ્યું કે મહાપુરૂષ ! મારા ઉપર કૃપા કરીને કોઈ યંત્ર કરી આપે! કે જેથી રાજાના મારા ઉપર પ્યાર થાય. આનન્દઘનજીએ કહ્યું, લાવ પત્ર. રાણીએ પત્ર આપ્યો તેમાં આનન્દઘનજીએ લખ્યું કે “રામારાથી તો મિલે મેં આનસુધનનું. વયા” રાણી લખેલા કાગળ યંત્રરૂપ માનીને ઘેર લેઈ ગઈ અને પેાતાના માદળીયામાં ઘાલ્યા; તે દિવસથી રાજાની પ્રીતિ રાણીના ઉપર વધવા લાગી અને રાજા જાણે રાણીના વશમાં થઈ ગયા હોય એમ થયું. એક દિવસ અન્ય રાણીઓએ રાજાને કહ્યું કે, પટ્ટરાણીએ તે આનન્દઘનજી પાસે યંત્ર કરાવી આપને વશ કર્યાં છે. રાજાએ કહ્યું, એ ખામતની હું તપાસ કરીશ. એક દિવસ કળાવડે પટ્ટરાણીના માદળીયામાંથી પેલેા ‘યંત્ર' કાઢી રાજા વાંચવા લાગ્યા અને તેમાં લખેલા શબ્દો દેખી આશ્ચર્ય પામ્યા, અને આનન્દ્ ધનજીની આત્મદશાસંબન્ધી રાજાને ઉચ્ચ ખ્યાલ આવ્યે.
કરવા ચાલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only