________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) શ્રીમદ્ આનન્દઘનજીની અધ્યાત્મદશાનો રંગ શ્રીમદ્ ઉપાધ્યાયના હૃદયમાં રંગાઈ ગયો હતો અને તે પણ આનન્દઘનજી સમાન બની ગયા હતા, અર્થાત્ તેઓ પણ અધ્યાત્મજ્ઞાનના અત્યંત રસિક બની ગયા હતા,–તેજ ભાવને આનન્દઘનજીને મળતાં, ઉપાધ્યાયજી આ પ્રમાણે " आनन्दघनकेसंग सुजसही मिले जब, तब आनन्दसम भयो सुजस, पारसंसग સોદા નો રસ, વન રેતી તરફ” હદયદ્રાર કાઢીને આનન્દઘનની રસંગતિથી પિતાના વિચારે પણ અધ્યાત્મરૂપે થયા એમ દર્શાવે છે. આનન્દઘનજીની સંગતિથી શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયનું અધ્યાત્મજ્ઞાન તરફ વલણ થયું અને અધ્યાત્મ રંગ લાગ્યો એમ સિદ્ધ કરે છે, શ્રીમદ્ યવિજયજીએ આનન્દઘનજીની સંગતિ પશ્ચાત્ અધ્યાત્મજ્ઞાનના પ્રત્યે રચવાનું કાર્ય આરંક્યું.-અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ, જ્ઞાનસાર અને પદો વગેરેમાં શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનનો રસ પૂર્યો છે, કે જે ગ્રન્થ વાંચતાં, ભવ્ય જીવો આનન્દમાં લીન થઈ જાય છે. ઉપાધ્યાયજીએ શ્રી આનન્દઘનજીની સ્તુતિ કરી તેવી રીતે શ્રી આનન્દઘનજીએ પણ શ્રી મદ્યશવિજયજી વાચકની સ્તુતિની અષ્ટપદી બનાવી છે. શ્રીમદ્ આનન્દઘનજીએ શ્રીમદ્ ઉપાધ્યાયજીના ગુણેના રાખવટે તે
મની અષ્ટપદી હૃદયદ્રારરૂપ રચી છે. ઘણું જેનો તરઉપાધ્યાયજીના શ્રીઆનદ થી શ્રી આનન્દઘનજીએ ઉપાધ્યાયની અષ્ટપદી રચી ઘનજીએ કરેલી છે એવું શ્રવણ કર્યું છે. વિજાપુરવાળા શા. સુરચંદ સ્તુતિરૂ૫ અષ્ટ. પદી.
સરૂપચંદે અમને કહ્યું હતું કે, મેં સુરતમાં સં. ૧૯૪૫ની
સાલ લગભગમાં આનન્દઘનજીએ ઉપાધ્યાયજીની રચેલી અષ્ટપદી વાંચી છે. અમોએ સુરતમાં તપાસ કર્યો હતો પણ અમને હાથ લાગી નથી. એ અષ્ટપદીમાં ઉપાધ્યાયના ગુણોનું વર્ણન છે.-ઉપાધ્યાય ગીતાર્થ અને આગમોના આધારે સોપદેશક છે, ઉપાધ્યાયમાં ઘણી લઘુતા છે, ગુણાનુરાગમાં રંગાયેલા હૃદયવાળા છે, જૈનશાસનના રક્ષક-પ્રવર્તક અને પૂર્ણ પ્રેમી છે, જૈનશાસનનો ઉદય કરવા માટે પરિપૂર્ણ આત્મભેગ આપનારા છે, વ્યવહાર અને નિશ્ચય નયથી જૈનધર્મ પ્રવર્તક છે, જૈન શાસનની હૃદયમાં ઉંડી દાઝ ધારણ કરનારા અને વિશાલદષ્ટિ ધારણ કરનારા છે, વૈરાગ્ય અને ત્યાગમાં તત્પર રહેનાર અને આત્માના ગુણને પ્રગટ કરવાની પરિપૂર્ણ ઈચ્છાવાળા છે, ગુરૂકુળવાસમાં રહીને વૃદ્ધોને અનુસરી જૈનધર્મ ફેલાવવામાં અત્યંત રાગ ધારણ કરનારા છે; ઇત્યાદિ ઉપાધ્યાયના અનેક ગુણેની સ્તુતિ કરી છે.
For Private And Personal Use Only