________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) શ્રીમદને અને ઉપાધ્યાયજીને અત્યંત ગાઢ પ્રેમ હેવાનું નીચલું પદ સાક્ષી પુરે છે. કારણ કે, પોતાના હૃદયનો ઉભરે સત્યમિત્રની આગળ પ્રગટ કરી શકાય છે. આ ગ્રન્થમાં પ્રગટ થયેલ ૧૦૮ પદો ઉપરાંત આ પદ હોવાથી અત્ર તે ભાવાર્થસહ આ લેખવામાં આવે છે.
પદ્ય निरंजनयार मोये कैसे मिलेंगे. ॥ निरंजन० ॥ दूर देखें में दरियाडुंगर, उचीवादर नीचे जमीयुं तले. ॥ निरंजन ॥ १ धरतीमें घडता न पिछार्नु, अगनि सहुतो मेरी देही जले. ॥ निरं० ॥ २ आनन्दघन कहे जस सुनों बातां येही मिले तो मेरो फेरो टले. ॥ निरं० ॥ ३
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ અને ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી બન્ને ભેગા થયા. ઉપાધ્યાયજીને શ્રીમદ્દ પર પૂજ્યભાવ હતો. શ્રીમદ્ આનન્દઘનજી પણ ઉપાધ્યાયજીને ગીતાર્થે ધર્મરક્ષક તરીકે જાણુતા હતા. આનન્દઘનજી કહે છે કે, કર્મરૂપ અંજનથી રહિત–પરમાત્મારૂપ શુદ્ધ મિત્રનો મેળાપ મને કયારે થશે? શરીરાદિ૨હિત નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ અહે! મુજને કેવી રીતે થશે? હું જે દૂર દેખું છું તે દરિયા અને ડુંગર દેખું છું, અને જે આકાશમાં ઉચું નિહાળું છું તે વાદળો દેખાય છે અને નીચે જમીનતલ દેખાય છે, પણ નિરંજનપરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અરૂપી એવા પરમાત્મસ્વરૂપને મેળાપ થતો નથી. અહો ! કેવા ઉપાયથી નિરંજન મિત્ર મળશે!! જે ધરતીમાં પેસીને જોઉં છું તો ત્યાં પણ નિરંજનપરમાત્મ દેવ દેખાતા નથી. કેટલાક પરમાત્મ મિત્ર મેળવવાને પંચાગ્નિનું સાધન કરે છે; જે હું અગ્નિને સહું છું તો મારી દેહ બળે છે,-ઘણું દુઃખ સહું છું પણ નિરંજનયારનો મેળાપ થતો નથી; તેથી પ્રભુની પ્રાપ્તિ માટે પંચાગ્નિસાધન વગેરે કિયાકષ્ટ પણ ઉપયોગી જણુતું નથી, માટે હવે કયો ઉપાય કરું કે જેથી નિરંજનપરમાત્મ મિત્રની પ્રાપ્તિ થાય? “આત્મા તે પરમાત્મા છે.” આત્માની આત્મારૂપે સ્થિતિ થવી તે નિરંજનયારનો મેળાપ કહેવાય છે. શ્રીમ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે યશવિજયજી ! અમારી વાર્તા આવા પ્રકારની સાંભળે–નિરંજનયાર મળે તો જ મારે ભવભ્રમણરૂપ ફેરે ટળે. નિરંજનયાર મળ્યા વિના ચતુતિરૂપ સંસારફેર ટળવાને નથી. પ્રમાદનાં સ્થાનકો ઘણું છે આત્મારૂપ નિરંજનની પ્રાપ્તિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. સર્વ વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય છે, પણ નિરંજન પરમાત્મપદની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. ભાષાની વિદ્વત્તાથી વા ન્યાયની કર્કશ યુક્તિયોની કેટલીક કોટીઓથી-યુદ્ધ કરવાથી
For Private And Personal Use Only