________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ ) ૩૬ અનાગધ્યાન–અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ, તેથી
થતું ધ્યાન તે અનાગધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું. ૩૭ રૂણ ધ્યાન–રૂણ તે દેવું. તે આપવા માટે થતું ધ્યાન તે
રૂણ ધ્યાન. ૩૮ વૈરધ્યાન–એટલે માતાપિતાદિકના વધથી અથવા રાજ્યના
અપહારથી થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભૂમને થયું હતું, અને સુદર્શનના ઉપર કામરાગવાળી વ્યંતરી થયેલી
અભયારાણીને થયું હતું. ૩૮ વિતર્કથાન-વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા,
તેનું ધ્યાન. તે નંદરાજાનું રાજ્ય લેવાની ઈચ્છાવાળા
ચાણક્યને થયું હતું. ૪૦ હિંસા ધ્યાન–એટલે પાડા વિગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે
ફૂવામાં નાંખેલા કાલસૌકરિકને થયું હતું. ૪૧ હાસ્ય ધ્યાન–હાસ્ય કરવાનું ધ્યાન. મિત્ર સહિત ચંડરૂદ્ર આચા
ર્યનું હાસ્ય કરનાર શિષ્યને થયું હતું. ૪૨ પ્રહાસ ધ્યાન–પ્રહાર તે, ઉપહાસ, નિંદા અથવા સ્તુતિરૂપ તેનું
ધ્યાન તે પ્રવાસથાન. તે “હે નૈમિત્તિકમુનિ ! હું તમને વંદન કરું છું” એ પ્રમાણે વાર્તિક મુનિ પ્રત્યે મકરીમાં બોલતા
ચંડ પ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩ પ્રદ્વેષ ધ્યાન–અતિદ્વેષવાળું ધ્યાન તે પ્રદ્વેષ ધ્યાન. કમઠને
તથા શ્રી મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાખનાર ગેપને
થયું હતું. ૪૪ પરૂષયાન-પરૂષ એટલે અતિ નિષ્ફર કર્મ તેનું ધ્યાન તે
પરૂષધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર ઉપર ચલણ રાણીને તથા યુગબાહુ
ભાઈ ઉપર મણિરથને થયું હતું. ' ૪૫ ભય ધ્યાન –ભય એ મેહની અંતર્ગત રહેલી કવાય પ્રકૃતિ
છે. તે ધ્યાન ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સેમિલ
સસરાને થયું હતું. ૪૬ રૂપથાન-આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે;
તેનું ધ્યાન તે રૂપધ્યાન અને તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપધ્યાન. તેમાં મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપધ્યાન સનતકુમારને થયું હતું, અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ ફલક (પાટીયું) જોઈને સુષ્ટ અને ચેલણને થયું હતું.
For Private And Personal Use Only