________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ ) પણ ઈચ્છા કરતું નથી એવા તત્ર અશુભ ભાવથી નિયાણું _કરનારા સંભૂતિ મુનિને થયું હતું.
“મિથ્યાદુકૃત આપવા લાયક આ, ત્રેસઠ દુનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરૂષોએ અનેક પ્રકારનાં કર્મોનું બંધન કરાવનારાં સર્વ દુર્યાનેનો-તમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સર્વથા ત્યાગ કરો.”
દુનનાં બ્રેશઠ સ્થાનમાં ચિત્ત ગમન કરે તે પહેલાં, મનને તેથી પાછું હઠાવીને શુભધ્યાનમાં સ્થિર કરવું. ધ્યાન કરનારાઓએ આ ગ્રેશઠ દુર્ધાનને અહિતકારી માનીને તેનાથી દૂર રહેવા સદા પ્રયત્ન કરવો. ધ્યાન ધરતા પહેલાં ક્યાં અશુભ ધ્યાન સ્થાનકમાં મારું મન જાય છે તેને વિચાર કરીને, તેનાથી દૂર રહેવા તીવ્ર ઉપગ અને દઢ સંકલ્પ ધારણ કરે. શ્રીમદ્ આનન્દઘનજી ત્રેસઠ દુર્યોનેનું સ્વરૂપ જાણતા હતા, તેથી તેઓ સુધ્યાનમાં મણુતા કરવા પ્રયાસ કરતા હતા અને સુસ્થાનના ગે હૃદયના ઉભરારૂપ પદો ગાતા હતા.
શ્રીમદ્ આનન્દઘનજીના પદને ભાવાર્થ સમજીને ભવ્ય જીવોએ પરમાત્માની પ્રાપ્તિ માટે, ધર્મધ્યાનવડે સિદ્ધપરમાત્માની ઉપાસના કરવી; એ જ તેમના પદમાંથી પોતાના અધિકાર પ્રમાણે સાર આકર્ષવાને છે.
શ્રીમદ્દ યશોવિજયજીની સાથે વાર્તાલાપ કરતાં જેઓ નિરાશ યારને મળવાનો હૃદયપ્રેમ ઉભરે બહાર કાઢે છે; તેવા શ્રી આનન્દઘનજીના આત્માનું અનુકરણ કરવું જોઈએ.
શ્રીમદ્ આનન્દઘનજીએ આધ્યાત્મિક રસને પિતાના ઉદ્ગારોમાં જીવતે જણાવ્યું છે અને તેને ગંગાપ્રવાહની પેઠે પ્રવાહ પ્રવહાવ્યું છે. શ્રીમદ્ આનન્દઘનજીએ નિરકનાર એ પદમાં પરમાત્માનો જે મેળ ઈ છે તે હદય આગળ ખડે થાય છે; અને તેમની આત્મદશાનું વારંવાર સ્મરણ થાય છે.
આધ્યાત્મિક જ્ઞાનરસ એજ અમૃતરસ છે અને તેનું પાન કરવું તે વિબુધના જ ભાગ્યમાં લખાયું છે. જ્ઞાની પુરૂષે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃતરસનું પાન કરે છે અને તેને લાભ, ઉદ્ગારે દ્વારા અન્યોને આપે છે. જ્ઞાની પુરૂષોના હૃદયમાં સર્વ સમાઈ જાય છે. તેમનું જ્ઞાન કેઈ રીતે માપી શકાતું નથી.
શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મ પદને ગંગાપ્રવાહ વેહવરાવીને ઉધમ વિચારરૂપ ભુવનમાં દુનિયાને લાવવા પ્રયત કર્યો છે.
આ ગ્રન્થમાં પ્રગટ થવા ઉપરાંતનાં શ્રીમના નામથી ગવાતાં અન્ય ત્રણ પદ હાલ સાંભળવામાં આવ્યાં છે તેનો અત્ર ઉતારે કરવામાં આવે છે.
For Private And Personal Use Only