________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ ) નહિ સહન કરનાર પીઠ અને મહાપીઠમે તથા સ્થલભદ્રની પ્રશંસાને સહન નહિ કરી શકનાર સિંહગુફાવાસી
મુનિને થયું હતું. ૨૭ કલહથાન–એટલે કલેશ કરાવવાનું ધ્યાન. તે રુકિમણું
અને સત્યભામાના સંબન્ધમાં તથા કમલામેલાની દૃષ્ટાંતમાં
નારદને થયું હતું. ૨૮ યુદ્ધધ્યાન–એટલે શત્રના પ્રાણુવ્યપરેપણુના અધ્યવસાયરૂપ
વ્યાન. તે હલ તથા વિહલ નામના બંધુના વિનાશ માટે
ચેડા રાજાની સાથે યુદ્ધ કરનારા કેણિકને થયું હતું. ૨૮ નિયુદ્ધધ્યાન–પ્રાણના અપહારરૂપ અધમ યુદ્ધરહિત યષ્ટિમુષ્ટિ
વગેરેથી જે જય મેળવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુદ્ધ થાન. તે બધાને બાહુબળી તથા ભરત રાજાને
થયું હતું. ૩૦ રાંગધ્યાન–સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના
રસગની અભિલાષા, તેનું ધ્યાન તે રાંગધ્યાન. તે રામતી
પ્રતિ રથનેમિને તથા નાગિલાપ્રતિ ભવદેવને થયું હતું. ૩૧ સંગ્રહધ્યાન–અત્યંત અતૃપ્રિવડે ધનાદિકને સંગ્રહ કરવાનું
ધ્યાન તે સંગ્રહસ્થાન. તે મમ્મણ શ્રેષ્ઠીને થયું હતું. ૩૨ વ્યવહારથાન–પિતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે
ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે; તેનું ધ્યાન તે વ્યવહારધ્યાન. તે બે સપતીઓને પિતાને પુત્ર ઠરાવવા
માટે થયું હતું. ૩૩ કયવિધ્યાન-લાભને માટે અલ્પ મૂલ્યવડે વધારે મૂલ્ય
વાળી વસ્તુ ખરીદ કરવી તે કય કહેવાય છે; અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે. તે કયવિકથનું ધ્યાન આભીરીને કપાસ આપનાર
વણિકને થયું હતું. ૩૪ અનર્થદંડથાન–એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું
ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીધે દ્વૈપાયન મુનિને કષ્ટ
આપનાર શાંબ વગેરેને થયું હતું. ૩૫ આભગધ્યાન–આગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું
ધ્યાન તે આગધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ધારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચકીને થયું હતું.
For Private And Personal Use Only