________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) જરૂર છે. રાત્રી દિવસ મનને સ્થિર કરવા માટે લક્ષ રાખવાની જરૂર છે. મન સાધ્યું તેણે સઘળું સાથું એ૯ વાત નવિ ટી. મનને વશ કરવું એ કંઈ બાળકનો ખેલ નથી; મનની ચપળતા માંકડાના કરતાં ઘણું વિશેષ છે. મૂળ તે મનરૂપ મર્કટ અને તેને મેહરૂપ દારૂ પાવામાં આવ્યો હોય અને તેને વિષયરૂપ છાપરાઉપર કૂદવાનું મળે અને તેમાં મિથ્યાત્વરૂપ વૃશ્ચિક કરડ્યો હોય, તો પછી કુદંડુદા કરવામાં બાકી કેમ રાખે? અથૉત્ ચેરાશીલાખ જીવયોનિયોમાં કુદૃકુદા કરવામાં બાકી રાખે નહિ. “મન ઇવ મનુષ્યનાં વાર વાનોક્ષો વૈવાર્જિવિતા કાવત્તા વાઢિશિતા કુતા.” શ્રીમમુનિસુન્દરસૂરિ મહારાજ સ્વરચિત અધ્યાત્મકલ્પદ્રમના ચિત્તદમનાધિકારમાં સંસારભ્રમણને મૂળ હેતુ મન છે, એમ જણાવતા છતા લખે છે કે
सुखायदुःखायचनैवदेवा नचापिकालासुहृदोऽरयोवा । भवेत्परंमानसमेवजन्तोः संसारचक्रभ्रमणैकहेतुः ॥ ४ ॥
(૫૦ વપટ્ટમ.) આત્માને સુખ અને દુઃખને માટે સાક્ષાત દેવતાઓ થતા નથી. કાલ પણ જીવને સુખ દુખ આપવા સમર્થ થતો નથી, તેમજ મિત્રો અને શત્રુઓ પણ સુખ દુઃખ આપવા સમર્થ થતા નથી. પરંતુ પ્રાણુને સંસારચકમાં પરિભ્રમવાને એક મૂળ હેતુ મનજ છે. મનવડે પ્રાણુને સુખ દુઃખ થાય છે. મનના વશમાં પડેલે આત્માજ પિતે સ્વર્ગ અને નરક છે. રાગદ્વેષાત્મક મનના સંકલ્પ અને વિકલ્પના ઉપર કર્મબન્ધનો આધાર છે. મનોનિગ્રહ થયો હોય તે સર્વ સિદ્ધ થયું; એમ જણાવતા છતા શ્રી મુનિસુન્દરસૂરિ કથે છે કે,
वशंमनोयस्यसमाहितस्यात् किंतस्यकार्य नियमैर्यमैश्च । हतं मनो यस्यचदुर्विकल्पैः किंतस्य कार्य नियमैर्यमैश्च ॥५॥
(૧૦ પzમ.). જેનું મન સમાધિવત (ઈને પિતાના વશમાં વર્ત છે, તેને પશ્ચાત યમનિયમથી શું ? તેમજ જેનું મન દુર્વકથી હણાયું છે તેને પણ
યમનિયમથી શું? ” યમનિયમ પામીને મનને વશ કરવાની જરૂર છે. મનમાં રાગદ્વેષને વિકલ્પસંકલ્પની પરંપરાઓ વહેતી હોય તે થમ અને નિયમથી કાર્યસિદ્ધિ થતી નથી; માટે મનને વશ કવિના મુક્તિ જવાને એકે અન્ય મહાન ઉપાય નથી. મનને વશ કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિ મનાનિ ગ્રહવિના દાનાદિ ધર્મોનું વ્યર્થપણું નીચે પ્રમાણે જણાવે છે.
For Private And Personal Use Only