________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧ ). કાઢીને મરનારાઓએ જીવનારાઓને પોતાનો અનુભવ આવ્યો છે, તથાપિ દુનિયાની આંખ ઉઘડતી નથી, અને નજીવી-તુચ્છ વસ્તુઓની મમતા અને તેની આસતિ ધરીને દુનિયા ગુલામ જેવી બનીને-સુખના ચાળા ગાંડાની પેઠે કરી બતાવે છે. દુનિયામાં દરેક મનુષ્યને અમુક વસ્તુઓની શરીરાદિ સંરક્ષણ માટે જરૂર રહે છે અને તેથી તે પ્રાપ્ત કરવી પડે છે, પણ તેથી એમ ન માની લેવું જોઈએ કે, તે વસ્તુઓમાંજ સુખ રહ્યું છે વા તેના તાબે પિતાને રહેવું જ જોઈએ. પરફડવસ્તુઓના તાબે આત્માને રહેવું જોઇએ કે ? પરવસ્તુઓના તાબે થવાથી જે સુખ થતું હોય તે મૂઢ જીવોને વિશેષતઃ સુખ થવું જોઈએ, પણ એવું અવલોકાતું નથી. અતએ અનાસક્તિભાવ ધારીને મનુષ્યોએ પરવશતાની બેડી તોડીને આત્મામાં જ સહજસુખ માનીને પિતાના તાબેજ પિતે રહેવું જોઈએ અને દુનિયાને પણ સ્વવશતાએજ સત્યસુખનો ખરે માર્ગ છે એમ ઢેલ પીટીને જણાવવું જોઈએ. આપણને સ્વવશતામાં સુખ લાગે છે અને તેની સાક્ષી પિતાનું હૃદય આપે છે, ત્યારે આપણે શા માટે દુનિયાને પણ તે સત્ય માર્ગ ન બતાવવો જોઈએ? અલબત બતાવવો જોઈએ. પ્રવૃત્તિમાર્ગના ઉપાસક બનીને દુનિયાના લોકો એશઆરામ ભોગવવાની વસ્તુઓને વધારવા મથે છે અને રાત્રીદિવસ રાસભભારવહનવૃત્તિને સેવ્યા કરે છે, તથાપિ તેઓને વાસ્તવિક સુખ થતું નથી અને કુદરતી નિયમોનો ભંગ કરીને ગરિકાપ્રવાહમાં પડી અને તેમાં પોતે પાડે છે. જ્ઞાનિ પુરૂષે આવી તેમની દશા અવલોકીને તેમને ખરી સ્વતંત્રતા દર્શાવવા અને તે પ્રાપ્ત કરાવવાના ઉપાયે બતાવે છે. બાદશાએ પણ જોવાય છે કે, સ્વતંત્ર પ્રજા આગળ વધતી જાય છે અને લાલસાથી પરવસ્તુઓના આધીન થનારી પ્રજા ખરી સ્વતંત્રતા અવબોધવા શક્તિમાન થઈ શકતી નથી.
ખરી સ્વતંત્રતામાં તે આત્મા પિતાના તાબેજ પિતે હોય, અને તેમાં આનન્દના ઉભરાસિવાય અન્ય કંઈ દેખાતુંજ વા અનુભવાતુંજ નથી. બાઘની સ્વતંત્રતા અને આત્માની વાસ્તવિક સ્વતંત્રતામાં આકાશ અને પાતાળ જેટલે અન્તર છે. ઘણું પુત્રો, ઘણું સ્ત્રીઓ, ઘણું ધન, સત્તા અને પદવીઓના માયિક અલંકાર વગેરેની પ્રાપ્તિથી ખરી સ્વતંત્રતાને ગંધ પણ પ્રાપ્ત થતો નથી.
ઇન્દ્રિયો વા શરીરના તાબે રહીને ઇન્દ્રિયો અને શરીરદ્વારા સુખ લેવાના વિચારે અને આચારમાં સ્વાતંત્ર્ય નથી. સ્વાભાવિક સુખ
For Private And Personal Use Only