________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬ર ) ધ્યાયજીએ આનન્દઘનજીને ઓળખ્યા નહિ. ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાન સંબધી અસરકારક વ્યાખ્યાન કરવા લાગ્યા અને તકથી અધ્યાત્મજ્ઞાનપરત્વે વ્યાખ્યાન કરવા લાગ્યા. તેમનું અધ્યાત્મજ્ઞાનનું વ્યાખ્યાન શ્રવણ કરીને સાધુઓ, સાધીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે માથું ધુણવા લાગ્યા. શ્રોતાઓના મુખપર આનન્દની છાયા અને આંખપર આનન્દનાં ચિન્હ જણુંવા લાગ્યાં. એકી અવાજે સભાએ ગર્જનાથી કહ્યું કે “વાહ! વાહ! આપના જેવો અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ દેનાર કેઈ નથી.” શ્રીમદ્ ઉપાધ્યાયજીએ આખી સભાના મનુષ્ય તરફ દષ્ટિપાત કરીને વ્યાખ્યાનની અસર શ્રોતાઓને કેટલી થઈ છે ઇત્યાદિ દેખી લીધું. પેલા જીર્ણવેષધારી સામાન્ય સાધુ તરફ તેમની દૃષ્ટિ ગઈ અને તેમને વિશેષ આનંદ-હર્ષ થયો હોય એવું જણાયું નહિ; તેથી ઉપાધ્યાયજીએ કહ્યું કે–અરે વૃદ્ધ સાધે! હું બરાબર વ્યાખ્યાન શ્રવણ કર્યું કે નહિ? અધ્યાત્મજ્ઞાનના વ્યાખ્યાનમાં તને સમજણ પડી કે નહિ? ઉપાધ્યાયજીના તેવા વચનના ઉત્તરમાં શ્રી આનન્દઘનજી બેલ્યા કે, આપશ્રી અધ્યાત્મજ્ઞાન વ્યાખ્યાનમાં શાસ્ત્રોથી ઉત્તમ દક્ષત્વ જણાવો છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી પેલા વૃદ્ધ મુનિના ઉત્તરથી તેના મુખ સામું જોઈ રહ્યા અને તેમની સાથે કેટલીક વાતો કરવાથી આ કઈ જ્ઞાની છે એવો વિચાર થયે. ઉપાધ્યાયજીએ પૂછયું તમારું શું નામ છે? તેના ઉત્તરમાં તે આનન્દઘન છે એવું ઉપાધ્યાયજીએ અનુમાન વડે જાણ લીધું અને તેમને, પોતે જે લેકથી અધ્યાત્મજ્ઞાનની વ્યાખ્યા કરતા હતા તેનું વર્ણન કરવા માનપૂર્વક કહ્યું. શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપાધ્યાયજીના અત્યંતાગ્રહથી અધ્યાત્મ લોકોનું વ્યાખ્યાન કરવા માંડ્યું. એક લેકનું વ્યાખ્યાન કરતાં ત્રણ કલાક થઈ ગયા. શ્રોતાઓની મંડળીમાં શ્રીમદ્ આનન્દઘનજીના વ્યાખ્યાનથી આનન્દની છાયા છવાઈ ગઈ. આનન્દઘનજીના નાભિમાંથી તન્મયપણે પરિણામ પામીને જે શબ્દો નીકળતા હતા, તેનું ઉપાધ્યાયજી બરાબર ધ્યાન રાખતા હતા. અધ્યાત્મજ્ઞાનમાં જેનું ચિત્ત પરિણમી ગયું છે એવા શ્રીમદ્ આનન્દઘનજીના શબ્દોમાં વૈરાગ્ય અને જ્ઞાનની એવી ઉત્તમ છાયા છવાતી હતી, કે જે અકત્રિમપણે દેખાતી હતી અને તેથી ઉપાધ્યાયજીને પણ અસર થઈ હતી, અને તેઓ પણ આનન્દની ઘેનમાં આવી ગયા હતા. ઉપાધ્યાયએ આનન્દઘનજીની સ્તુતિ કરી અને તેમના પ્રતિ પૂજ્યભાવથી દેખવા લાગ્યા. કેટલાક વખત સુધી આનન્દઘનજીની સાથે અધ્યાત્મજ્ઞાનની ગેછી કરી; અને ત્યારથી ઉપાધ્યાયજીના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની ઉંડી અસર થઈ. “ઝવેરી હીરાને પારખી શકે છે એ વાત એગ્ય છે.
For Private And Personal Use Only