________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૯)
પદમાં ગુજરાતી શબ્દો. પદ ૬ ઠું–માહરે. બાલુડે. સીજે. તારી. પદ ૧૬ મું—પ્રભુ. આવશે. પદ ૧૭ મું—કે. વેણુ. બેલે છે. પદ ૧૮ મું—કેય. હોય. પદ ૨૧ મું–સનાતન જે કહું રે. પદ ૨૫ મું-વાતલડી. અન્તરગતની. પદ ૩૩ મું–રહું. પદ ૪૮ મું—એક પખે મેં કઈ ન દેખે. કેઈનું. જે જે કીધું
જે જે કરાવ્યું. પદ ૪૯ મું–દેહડી. મારી. પદ ૫૪ મું–હાટડું. માંડું. માણેકચોકમાંરે. પદ ૭૧ મું–પંચ પ્રકારનો. દરશનના. પરમાગમ થકી. મુજ. પદ ૯૦ મુંજવતાં. એકે નહીં. કીધું. દીધું. મીઠું બેલે. છેવું. લીધુ. પદ ૯૧ મું–વારે કેઈ. રમવાનો. જઠા બેલી ફેગટ ખાશે ગાળ. પદ ૮૪ મું–મૂકી. જેહને તમારી. પદ ૧૦૫ મું-પ્રગટ કરે.
શ્રીમદ્ભાં હિન્દુસ્થાની પદેમાં પણ ગુજરાતી શબ્દ ઉપર લખ્યા પ્રમાણે દેખવામાં આવે છે. હિન્દુસ્થાનમાં જેને જન્મ થયો હોય તે ગુજરાતી ભાષાના ઘરગથુ શબ્દો વાપરી શકે નહિ. કદાપિ મારવાડ દેશમાં જન્મ થયો હોય ! એમ માનીએ તે ચોક્કસ એમ ન કથી શકાય કે તેઓ આ ગુર્જર ભાષાના શબ્દોને પ્રયોગ કરી શકે. જો તેઓ મારવાડના હેત તે ગુર્જર ભાષામાં-મારવાડી શબ્દના મિશ્રણ વિનાની-ચોવીશી લખી શકે નહિ એમ અનુમાન કરાય છે. ગુર્જર ભાષાના ઘરગથુ શબ્દો વાપરવા તે ગુર્જર દેશમાં જન્મવિના બની શકે નહિ એમ અનુમાન કરાય છે. મારવાડ દેશમાં જન્મ હોય અને ગુર્જર દેશમાં દીક્ષા ગ્રહણુનત્તર ઘણું વર્ષપર્યા રહીને જે ચોવીશીની રચના કરી હોય તે શ્રીમની રચનામાં ગુર્જર ભાષાના ઘરગથુ શબ્દોની પેઠે મારવાડી ઘરગથુ શબ્દનો પ્રયોગ આવ્યાવિના રહેત નહિ. તેથી ગુજરાતી ભાષાના ઘરગથુ શબ્દના પ્રયોગથી તે ગુજરાતના હતા એમ સિદ્ધ થાય છે. શ્રીમતું દિક્ષાબાદપણું પ્રથમ ગુર્જર દેશમાં વિશેષતઃ વિચરવું થયું હોય એમ લાગે છે. પ્રથમ વીશીની રચના તેમણે
For Private And Personal Use Only