________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) શ્રીમદે જ્ઞાન અને વૈરાગ્યમે કઈ તપાગચ્છીય મુનિવરપાસે સાધુ વ્રતની દીક્ષા અંગીકાર કરી હતી. અઢારમા સૈકાના પૂર્વભાગમાં તેમનું પૂજ્ય તનુ આ દુનિયામાં વિદ્યમાન હતું. તેઓ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના સમયમાં વિદ્યમાન હતા. શ્રીમદ્દ યશોવિજયજીના દેહોત્સર્ગ પશ્ચાત્ તેઓશ્રી જીવ્યા હશે કે કેમ? તત સબન્ધી કઈ આધાર મળી આવતું નથી.
તેઓશ્રીએ તપાગચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું નામ લાભાનન્દજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનમાં રંગાયેલું રહેતું હતું. તેઓશ્રી સ્વભાવે શાન્ત અને નિસ્પૃહ હતા. મલયસ્થષ્ટિથી સત્યનો આદર કરવામાં સદાકાલ તત્પર રહેતા હતા. તેમણે જૈન શ્વેતાંબર અને દિગંબર માર્ગનાં અનેક શાસ્ત્રો વાંચ્યાં હતાં. પન્યાસ સત્યવિજયજીની પેઠે તેમણે પીતવસ્ત્ર ધારણ કર્યા હતા તે પંડિત જિનહર્ષગણિ વગેરે વિદ્વાનો તે વખતમાં વિદ્યમાન હતા તેથી તે બાબતને પ્રસંગોપાત્ત જણાવત. તેમજ યતિની જાની પટ્ટાવલીમાં પણ તત સંબંધી ઈશારે કર્યો હોત. પિતાના ગુરૂની પેઠે તેઓ તપાગચ્છની સમાચારી પ્રમાણે સાઘુધર્મની આવશ્યકાદિ ક્રિયા કરતા હતા. ગચ્છભેદની તકરારોથી તેઓ દર રહીને, અધ્યાત્મજ્ઞાનવડે પિતાના આત્માની શુદ્ધિ કરવા પ્રયત્ન કરતા હતા. તેમના વખતમાં તપાगच्छभां ५ श्री विजयदेवसूरिथी देवसूरि ( देवसूर) अने विजयआनन्दसूरिथी માનકૂરિ (અળસૂર) એવા બે મોટા સજજડ પક્ષભેદ પડ્યા હતા. સાગરગછનું પણ તે વખતમાં ઘણું જોર હતું. શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે અને શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે રાંદેરમાં સાગરગચ્છને આશ્રય લીધો હતો. પછી તેઓને દેવસૂરિના પક્ષમાં લેવામાં આવ્યા હતા; એવો ઈશારે યતિની જુની મેટી પટ્ટાવલિમાં જોવામાં આવે છે. આ ઉપરથી અવબોધાશે કે તસમયમાં મોટા મોટા વિદ્વાનોમાં પણ અનેક કારણેથી ઈર્ષ્યા, ખટપટ, યિાચાર મન્તવ્ય, ભેદકલેશ વગેરેનું ઉત્થાન થયું હોય એમ લાગે છે. શ્રીમદ્દ યશોવિજયજીને પણ સૂરિ અને યતિ તરફથી અમુક સ્તવન બનાવતાં ઉપાધિ થઈ હતી અને તેમને અઢાર દિવસ સૂરિની નજર તળે ઉપાશ્રયની કોટડીમાં રાખ્યા હતા ! એવું કિંવદન્તીથી પરંપરાઓ સાંભળવામાં આવે છે; પણ સત્ય તો સર્વજ્ઞ જાણે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી અંદરથી શ્રી સત્યવિજયજીના પક્ષી હતા. તેમના ઉપર પણ વિરૂદ્ધ વિચારધારકેએ ઉપદ્રવ કર્યા હોય એમ લાગે છે અને તેથી તેઓએ તત સમયે સંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન કરી નીચે પ્રમાણે હૃદયનો ઉભરો બહાર કાઢે છે એમ સમજાય છે.
For Private And Personal Use Only