________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) તેમની યોગ્યતા અને દઢ નિશ્ચય જાણુને કહ્યું કે “હને જેમ ચારિત્રમાં વિશેષ રમણતા થાય તેમ કર.” આ પ્રમાણે ગુરૂનું વચન શ્રવણું કરીને તેઓ રજોહરણ, મુહપતિ, ચલપટ્ટ-કપડે તર૫ણ, પાત્ર વગેરે અલ્પઉપાધિ રાખીને ગામેગામ વિચારવા લાગ્યા. સુધાદિ ઉત્પન્ન થાય ત્યારે શુદ્ધાહાર, જલ ગ્રહણ કરતા હતા. વૈરાગ્ય ભાવનાવડે પોતાના આત્માને ભાવી મોહના સુભાને હરાવતા હતા. કષાયોની મન્દતા કરવામાં આત્મસામર્થ્યને ઉપયોગ કરતા હતા. મન વચન અને કાયાની ગુપ્તિને વિશેષતઃ અભ્યાસ કરતા હતા. પાંચ સમિતિવડે ચારિત્રની આરાધના કરતા હતા. યોગ્ય જીવને લાભ આપવા માટે કઈ વખત પ્રસંગોપાત્ત આભેગાર બહાર કાઢતા હતા. ગામની બહાર શમશાન વા શૂન્ય યક્ષ મન્દિર વગેરેમાં રાત્રીના વખતમાં પડી રહેતા હતા. કેઈ બાવાની મઢિમાં પણ એકાન્ત જગ્યાએ પડી રહેતા હતા. કેઈ વન્દના કરતું હતું તે મનમાં રતિ ધારણ કરતા નહોતા. કેઈ તેમની નિન્દા કરતું હતું તે તેના ઉપર દ્વેષ ધારણ કરતા ન હતા. આત્માના ગુણેને વિચાર કરવામાં અન્તર્મુખવૃત્તિથી વર્તતા હતા. આગનું વારંવાર ચિંતવન કરતા હતા. સાધુઓ અને શ્રાવકે તેમની એકલ વિહારીની દશા જોઈ કહેતા
હતા કે, તમે એકલા કેમ વિચારે છે? સાધુને એકાકી અકલ વિહારી
છે વિચરવું ન ઘટે. તેના ઉત્તરમાં શ્રીમદ્ કહેતા હતા કે સંબંધે લોકોની પૃચ્છાને આ આગમાં સાધુને એકલા વિચારવાનો નિષેધ કર્યો છે ગમેના આ
- તે સાચી વાત છે, અને હું તો તે પ્રમાણે વર્તી શકતા ધારે ઉત્તર,
નથી. મારું દષ્ટા લેઈને કેઈએ એકલા વિહાર કરવાને મારું અનુકરણ કરવું નહિ. વ્યવહારનય અને નિશ્ચયનય પ્રમાણે જેઓ ચારિત્ર પાળે છે તેઓને ધન્ય છે. આગમોના આધારે મારાથી ન વર્તાય તેમાં મારે પ્રમાદ છે. આ પ્રમાણે યોગ્ય ઉત્તર આપીને પોતાના ધ્યાનમાં મસ્ત રહેતા હતા.
શિષ્યપ્રશ્ન આનન્દઘનજી મહારાજે વ્યાખ્યાનમાં શેઠની સાથે બાલાચાલી થયા બાદ સાધુનો વેષ ઉતારીને કફની પહેરી અને હાથમાં તંબુરે રાખ્યો એમ કેટલાક લેકે કહે છે તે સંબધી શું સમજવું?
ઉત્તર–હે શિષ્ય ! લેકેની કિંવદત્તીઓમાં સર્વથા પ્રકારે સત્ય હોતું નથી. અમને ઘણું વૃદ્ધ અને અનુભવી સાધુઓને પરિચય થયો છે તેમનું એવું કથવું હતું કે, શ્રીમદ્દ આનન્દઘનજીએ સાધુને વેરા છોડયો
For Private And Personal Use Only