________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬ ) માનતા હતા કે મારા ગયા વિના વ્યાખ્યાન વંચાવાનું નથી માટે ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. શેઠને બોલાવવાને વારંવાર તેડાં આવવા લાગ્યાં પણુ શેઠતો વારજ લગાડતા હતા. શ્રીમદ્ આનન્દઘનજી અકળાયા અને શ્રોતાઓને કહેવા લાગ્યા કે હવે તે હું વ્યાખ્યાન વાંચુ છું. શ્રોતાઓએ કહ્યું; જરા વાર કરે, શેઠને આવવા દો. “જો તમે વ્યાખ્યાન ચલાવશે તે શેઠના મનમાં ખોટું લાગશે.” આનન્દઘનજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આવી રીતે શ્રાવકેના પ્રતિબન્ધમાં આગમથી વિરૂદ્ધપણે રહેવું એ યોગ્ય ગણાય નહિ. આ પ્રમાણે પ્રવૃત્તિ ચાલે તે ગૃહસ્થના ગેરના જેવી સાધુની દશા થઈ જાય. માતાપિતા વગેરેના પ્રતિબન્ધમાંથી છૂટીને આત્મકલ્યાણ કરવા સાધુ અવસ્થા અંગીકાર કરી અને આગામોના આધારે પ્રમાણે સૂત્ર સ્વાધ્યાયકાળની દરકાર રાખ્યા વિના ગૃહની દરકાર રાખવી! એ તે શાસ્ત્ર વિરુદ્ધ ગણાય એમ વિચારવા લાગ્યા. ભલે તે શેઠને ખોટું લાગે અને તેના ઉપાશ્રયમાં વસતિદાન ન આપે; મારેતો આગમોના આધારે ચાલવું જોઈએ એવો દઢ સંકલ્પ કરીને તેઓશ્રીએ કલ્પસૂત્રનું વ્યા
ખ્યાન શરૂ કર્યું. વ્યાખ્યાનારંભના સમાચાર પેલા શેઠને અન્યાએ આપ્યા, તે સાંભળીને શેઠ ગુસ્સામાં આવી ગયા. મારા ઉપાશ્રયમાં મારા ગયા વિના કે વ્યાખ્યાન વાંચી શકે? ઈત્યાદિ તે બેલતા બોલતા ઉપાશ્રયમાં આવ્યા અને શ્રીમની પાસે આવી તે શેઠ બોલ્યા કે મારા આવ્યાવિના તમારાથી કેમ વ્યાખ્યાન વાંચી શકાય? શ્રીમદે કહ્યું કે આગમાં પ્રતિપાદન કરેલા સ્વાધ્યાય કાલે સૂત્ર વાંચવું જોઈએ. તે પ્રમાણે મેં વ્યાખ્યાન આરહ્યું છે. શેઠ બોલ્યા કે મારા ઉપાસરામાં તે ગમે તેમ હેય પણ મારા આવ્યાવિના વ્યાખ્યાન વંચાય જ નહિ. શ્રીમદે કહ્યું હે શેઠ! મારે તે આગમના આધારે સાધુ ધર્મ પાળવાની જરૂર છે; અન્યની દરકાર નથી. હું તમારા જેવાના પ્રતિબન્ધથી મારું ચારિત્ર ખુંટીએ લટકાવવા ઇચ્છતા નથી. આગમોથી વિરૂદ્ધ વર્તવા હું ઇચ્છતું નથી. ગૃહસ્થના પ્રતિબન્ધમાં હું ફસાવાનો નથી. આ પ્રમાણે સાંભળી શેઠે કહ્યું કે મારા ઉપાશ્રયમાં રહેનારે તો મારા કહેવા પ્રમાણે વર્તવું પડશે અન્યથા ઉપાશ્રયમાં રહેવું સારું નથી. આ પ્રમાણે શેઠનું ભાષણ થયા બાદ શ્રીમદ્દના મનમાં ઘણું લાગી આવ્યું અને કલ્પસૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ કર્યા બાદ તેઓશ્રી એવા નિશ્ચયપર આવ્યા કે ગૃહસ્થનો પ્રતિબધ અને તેની દરકાર રાખ્યાવિના ગામેગામ વિહાર કરે, યાન ધરવું અને સાધુની ક્રિયાઓમાં તત્પર રહેવું. પિતાના મનમાં ઉત્પન્ન થયેલા દઢ નિશ્ચયને તેમણે ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ
For Private And Personal Use Only