________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) શ્રીમદ્ આનન્દઘન જીવનચરિતની રૂપરેખા.
શ્રીમદ્ આનન્દઘન મુનિરાજનું જીવનચરિત કેઈએ લખેલું ઉપલબ્ધ થતું નથી, તેમજ કેઈએ લખ્યું હોય એમ શ્રવણુગોચર પણ થયું નથી. શ્રીમદ્ આનન્દઘનનું જીવનચરિત, તેમના સંબંધી ચાલતી કહેઓ (કિંવદત્તીઓ) અને તેમનાં બનાવેલાં સ્તવનો અને પદોમાં નિકળેલા હૃદયના ઉભરાઓથકી આલેખી શકાય.
શ્રીમની જન્મભૂમિ ક્યાં અને કઈ હતી અને તે કોનાલ્યાં જન્મ્યા હતા તેનો નિર્ણય થઈ શકતું નથી. તેમની જન્મભૂમિ કેટલાક મારવાડ જણાવે છે. કેટલાક હિન્દુસ્થાન જણાવે છે. કેટલાક ગુજરાત જણાવે છે અને કેટલાક કાઠીયાવાડ જણાવે છે. ભાષાના શબ્દો વડે જન્મભૂમિનો નિર્ણય થાય છે; એમ ઐતિહાસિક દષ્ટિથી ભાષાશાસ્ત્રીઓ જણાવે છે. એક મનુષ્ય એકજ ભાષામાં કંઈ લખે તો તેવડે તે અમુક દેશને છે એવા નિર્ણયનાં અનુમાને ઉપરથી સબલ પ્રતીતિ લાવી શકાય; કિન્તુ એક મનુષ્ય ચાર પાંચ ભાષા ઉપર કાબુ ધરાવતો હોય અને તે દરેક ભાષામાં સારીરીતે લખી શકતો હોય, ત્યારે તેના જીવનચરિતના અભાવે ક્યા દેશનો છે, એ નિર્ણય લાવવા અનુમાન કરવાં પડે અને તેમાં ઘણે પ્રયાસ કરતાં અમુક મતે અને અમુક અંશે સંદિગ્ધતા રહે એમ માનવું અને સંવ્યવહરવું એ, અમુક અંશે સત્ય ગણી શકાય.
શ્રીમની રચેલી ચોવીશી અને પદો છે, તેમાંથી જે આદ્ય કરે તેના અનુમાને જન્મદેશના નિર્ણય ઉપર આવી શકાય. શ્રીમદે પહેલી ચાવીશી રચી એમ કેટલાંક અનુમાનથી સંભાવના કરી શકાય છે. તે રામયમાં ચાલતી એવી ગુજરાતી ભાષાના શબ્દોમાં તેમણે ચોવીશી રચેલી છે. તે સમયના ગુર્જર ભાષાના સાક્ષરેએ જે ગુજરાતી ભાષાના શબ્દો વાપર્યા છે તે શબ્દો, શ્રીમદ્ના હૃદયની ફુરણા સાથે પરિણુત થયા છે. તત સમયમાં ગુર્જર દેશમાં ઘણું સાધુઓ વિચરતા હતા તેથી અમુક સાધુના સમાગમમાં આવતાં વૈરાગ્યથી તેમણે દીક્ષા ગ્રહી હોય અને પશ્ચાતું કારણ પ્રસંગે પ્રથમ ભગવાનની સ્તવના કરી હોય. અન્ય દર્શનીય વિદ્વાનો જણ્વે છે કે, પહેલાં સગુણની સ્તવના થાય છે અને અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતર્યાબાદ નિર્ગુણ સ્તવના થાય છે. આવી પ્રાય: શેલી જૈન વિદ્વાનોમાં દેખાતી નથી તથાપિ, કદાપિ તે અનુમાન ઉપર આવીએ તે ગુર્જર દેશના હેવાથી તેમણે પહેલી ગુર્જર ભાષામાં ચોવીશી રચી અને પશ્ચાત્ હિન્દુસ્થાન, મારવાડ વગેરે દેશના લેકેના ઉપયોગાર્ગે તેમનાથી, વ્રજ ભાષામાં આમા
For Private And Personal Use Only