________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) તે ઈન્દ્રિ-મન અને શરીરના તાબામાં નથી, અને તે દેહ અને ઈન્દ્રિયસેવકની દષ્ટિપથમાં આવતું પણ નથી. સ્વાભાવિક આનન્દરસની ધારાનો અમૃત જ્યાં રહે છે તેનામાં, અને તેના તાબે જેઓ રહે છે તેઓ દુનિયાની બાહ્યદષ્ટિએ ઉંઘતા છતાં અન્તરથી જાગ્રત થઈને સુખરૂપ સ્વયં ભાસે છે અને સુખના ભક્તા સ્વયં બને છે. સ્કૂલબુદ્ધિધારક મનુષ્યની બુદ્ધિ ખરેખર આવા સ્વશતાના ઉચ્ચ પ્રદેશમાં પ્રવેશી શકતી નથી અને તેથી તેને તે ઢીંગલા ઢીંગલીની રમત જેવી બાહ્યવસ્તુઓમાં પરવશતાએ સુખ ભોગવવાનું મન થાય છે અને તે અન્તરથી તેમાંજ આસક્ત બનીને પોતાના શુદ્ધપ્રાણે જીવી શકવાને સમર્થ બની શકતો નથી. બાહ્યશૃંગારાદિ એ રંગાયેલા લોકો બાહ્યરસના ભેગી બનીને પરવશ બને છે, અને ભ્રમણથી પોતાને માને છે કે અમે સ્વતંત્ર બનીએ છીએ. માતાથી જુદા રહેવાનું કર્યું, પિતાની તાબેદારી છેડી દીધી, તેમ જુદું ઘર અને જુદી દુકાન કરીને પુત્ર એમ માને છે કે, મારા પિતાથી છૂટીને હું સ્વતંત્ર થયોપણ જેમ જેમ ઉપાધિના તાબે તે થતું જાય છે તેમ તેમ તેને માલુમ પડે છે કે, હું પરતંત્રજ થતો જાઉં છું. ખપ જેટલી વસ્તુઓ કરતાં વિશેષ વસ્તુઓની તૃણુ વધતાં, મનુષ્ય, પ્રવૃત્તિના ચકડોળે ચઢીને સાન્નિપાતિકની દશા જેવી પિતાની દશા કરે છે અને તેથી દક્ષ છતાં વિકલ જેવો બનીને પરતન્ન થાય છે. આવી પરતંત્રતા ટાળવી હોય તો અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં પરિણમાવવા બને તેટલા ઉપાય છે અને પશ્ચાત સ્વયં વિવેક દષ્ટિથી ખરી સ્વતન્નતાને ખ્યાલ કરી શકશે.
આત્માના વશમાં થવું એજ સુખનું લક્ષણ છે; એમ એકવાર સિંહગર્જનાથી બોલે અને આત્માના વશમાં રહેવા શ્રદ્ધાથી પ્રયત્ન કરે, કે જેથી આપોઆપ સુખના સાગરરૂપ ભાસશે. આત્મવશ થવું હોય તો પ્રથમ એશઆરામ માટે કલ્પાયેલી વસ્તુઓમાં થતી આસક્તિને વિષવતું ત્યજી દે, અને બાહ્યવસ્તુઓ મળતાં વા ટળતાં મારું એમાં કંઈ જતું નથી વા આવતું નથી એ દઢભાવ ધારે, એટલે આત્મવશ થવાને લાયક બની શકશે. ઈન્દ્રિોદ્વારા ગ્રહાતા વિષયમાંથી હું અને મારું એ પ્રત્યય થાય છે તેને ત્યજી દે એટલે આત્મવશ થવાના અધિકારી બની શકશે. દેહની ચેષ્ટાએમાં સુખબુદ્ધિનો ત્યાગ કરીને એક આત્માને સુખના ભંડારરૂપ માનીને તેના રસિક બનો એટલે આત્મવશતાના દ્વાર આગળ આવીને ઉભા રહેશે. જે જે વસ્તુઓ ઈષ્ટ ગણાતી હોય અને તેના માટે
For Private And Personal Use Only