________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
કા
ખુલાસા થઈ જાય છે. ચોથા ગુણસ્થાનક કરતાં, પાંચમા ગુણસ્થાનકમાં આત્માના પરિણામની અનન્તગુણી વિશુદ્ધિ હોય છે અને પાંચમા ગુણસ્થાનક કરતાં છઠ્ઠા ગુણસ્થાનકમાં કષાયની મન્દતાથી આત્માના પરિણામની અનન્તગુણી વિશુદ્ધિ હાય છે. છઠ્ઠા કરતાં સાતમા ગુણુસ્થાનકમાં કષાયની વિશેષ મન્દતાથી આત્માનાં પરિણામની અનન્ત ગુણી વિશુદ્ધતા પ્રગટે છે; આ પ્રમાણે ઉપરનાં ગુણસ્થાનકમાં સ્વગુણુસ્થાનકની અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકોમાં અનન્તગુણી વિશુદ્ધતા પ્રકટે છે એમ અવોધવું. જેમ જેમ તીવ્રસંકલેશ ટળતા જાય છે અને આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ પાપપ્રકૃતિયાના બંધ ટળતા જાય છે અને શુભ પ્રકૃતિયાના બંધ પડતા જાય છે અને પૂર્વે બાંધેલા અનન્તકર્મની નિર્જરા થતી ાય છે. ચેની મન્દતા જેમ જેમ થાય છે તેમ તેમ આત્માની શુદ્ધિ થતી જાય છે. યુગલિક મનુષ્યેા કષાયાની મન્ત્રતાથી દેવલાકમાં ગમન કરે છે. આ ઉપરથી અનુભવ મળે છે કે, કષાયની ક્ષીણતા કરવામાંજ ચારિત્રનું ખરૂં રહસ્ય સમાયું છે. ચોથા ગુણસ્થાનકવાળા જીવે દેશવિરતિ પરિણામવૐ શ્રાવકનાં ખાર વ્રત અંગીકાર કરે છે. ચોથા ગુણુસ્થાનકના અધ્યાત્મજ્ઞાન કરતાં દેશવિરતિવાળું એવું પંચમ ગુણસ્થાનકનું અધ્યાત્મજ્ઞાન ખરેખર ચારિત્રની અપેક્ષાએ વિશેષ શુદ્ધ જાણવું. પાંચમા દેશિવરિત શ્રાવકત્રત કરતાં છઠ્ઠા ગુણસ્થાનકવાળા સર્વવિરતિ અર્થાત્ પંચમહાવ્રતધારક સાધુનું અનન્તગુણુ વિશુદ્ધ અધ્યાત્મજ્ઞાન અવમેધવું. દેશવિરતિધર ગૃહસ્થ શ્રાવકોને જૈનશાસ્ત્રોમાં ગુરૂ ગણવામાં નથી આવ્યા તેનું કારણ એ છે કે, પંચમહાવ્રત ધારણ કર્યાવિના ચારિત્રધર્મને અનુભવ તે પામી શકતા નથી. ગૃહસ્થાવાસમાં છકાયનેા ભાગી એવા ગૃહસ્થ ગુરૂપદ ધારણ કરવા સમર્થ ખની શકતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકમાં પાંચમા ગુણસ્થાનક કરતાં અનન્તગુણી વિશુદ્ધિની અપેક્ષાએ સ્વવશતા અવબાધવી. જેમ જેમ આત્માના પરિણામની વિશુદ્ધિ થાય છે તેમ તેમ વવશતા અને સુખ પણ પ્રગટતું જાય છે; એમ અનેકાન્તનાનીઆએ અવોધવું,
આત્માના પરિણામની વિશુદ્ધતા ધારક મુનિવરોની સંગતિથી સત્ય સ્વશતા અને સ્વવશતાના સુખની ખુમારીની ઝાંખી જણાય છે. બાહ્ય અને અન્તરચારિત્રના ધારક મુનિવરેાની દેશનામાં સત્ય સુખના ભાવ ઝળકી ઉઠે છે. વ્યવહારથી ચારિત્ર આદરીને મહોપાધિથી મુક્ત થયેલા મુનિવરા અધ્યાત્મ રસમાં ઝીલીને અધ્યાત્મરસનું આસ્વાદન કરે છે તેથી તેઓ ગએલા કાળને જાણતા નથી, અર્થાત્
For Private And Personal Use Only