________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪) ચેષ્ટાઓ દુનિયાને જુદી ભાસે છે અથવા તેની બાચેષ્ટાઓ ફક્ત ભેગ્ય પ્રારબ્ધથી થાય છે છતાં અન્તરથી તેને ચેષ્ટાઓમાં પણ અહત્વાભિમાન રહેતું નથી. જ્ઞાનીની બાહ્ય ચેષ્ટાઓમાં પણ આત્મવશતાનું કિરણે પ્રકાશનું માલુમ પડે છે આવા આત્મવશી જ્ઞાનીઓની દશાને પારખવામાં વિદ્વાને ભૂલથાપ ખાઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન ત્રણ જગતમાં ડિડિમ વગાડીને કથે છે કે, હે દુનિયાના લોકો! તમારે ખરી આત્મવશતાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો મારી સેવા કરે. મારી ઉપાસના જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો આમાની સત્ય સ્વતંત્રતાનું સુખ પ્રાપ્ત કરી શકશે. પરવશ એ દુઃખ અને આત્મવિશ એ સુખ; એમ સુખ-દુઃખનું લક્ષણ અવબોધીને આત્મામાં સત્ય સ્વસત્તા પ્રગટાવવી જોઈએ, અને એજ અધ્યાત્મજ્ઞાનીઓનું જીવનકર્તવ્ય છે.
આત્મવશતાથી મનુષ્ય સંતોષી બને છે અને દુનિયાના શ્રેય અર્થે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી શકે છે. આત્મવિશતા એજ સુખમય જીવન અવધ્યા પશ્ચાત , ક મનુષ્ય અનેક પ્રાણીઓનો નાશ થાય એવા વ્યાપારેવડે અશાન્તિનું વાતાવરણ ફેલાવવા પ્રયત્ન કરી શકે? આત્મવશતારૂપ સચારિત્રનું એટલું બધું બળ છે કે જળની ઉપર તારૂ જેમ તરી શકે છે તેમ પતે ઉપાધિની ઉપર રહી શકે છે, અર્થત ઉપાધિને નીચે તે દબાઈ જતો નથી. સ્ટીમરે જલધિઉપર પુરપાટ ચાલી જાય છે પણ તેને જલનો બાધ થતો નથી, તકત જ્ઞાનીઓ આત્મવશતારૂપ સ્ટીમરવડે સંસારસમુદ્રના રાગદ્વેષ કલ્લોલ ઉપર થઈને મુક્તિનગરીપ્રતિ ચાલ્યા જાય છે.
દુઃખના મૂળભૂત પરવશતા અને સુખના મૂળભૂત સ્વવશતાનું સ્વરૂપ અવબોધીને આપણે ખરી સ્વવશતા પ્રાપ્ત કરવી જોઈએ. ખરી સ્વવશતાને પ્રાપ્ત કરવા માટે આગામોને આગળ કરીને પ્રયત્ન કરે. આગમના આધારે ખરી સ્વવશતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. રાગદ્વેષને વિક૫સંકલ્પના પરવશપણમાં જેઓ જીવન ગાળે છે તેઓ રાજાઓના રાજાઓ અને ઈન્દ્રો હોય તોપણ ખરી વશતાના ભેગી બન્યા નથી; એમ કહેતાં કેઈ જાતને વિરોધ આવત નથી. આત્મવશ થવાના ઉપાયોને પ્રતિક્ષણ અભ્યાસ કરવાની જરૂર છે. જે જે વખતે જે જે કાર્યો કરવામાં આવે તે તે સમયે તે તે કાર્યો કરતાં હું આત્મવશ છું પણ પરવશ થતો નથી, એવો દઢ સંકલ્પ કર, તેમજ પરવશવૃત્તિ વહેતી હોય તે તેને અટકાવવા પ્રયત્ન કરો. બાહ્યબન્ધને આસક્તિ વિના આત્માને બાંધવા સમર્થ થતાં નથી.
For Private And Personal Use Only