________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫ )
ઉદય પહેલાં અનુક્રમે અભ્યાસ કરવાની ગુરૂગમપૂર્વક વ્યવસ્થા છે, પણ ઉન્મનીભાવ થયા પશ્ચાત્ તે વાયુનો સહેજે અવરોધ થાય છે; આ વાત અનુભવીઓ જાણી શકે છે. ચિરકાલ પર્યન્ત પણ ધારેલા પ્રયત્નોવડે જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ ખરેખર ઉ મનીભાવ પ્રાપ્ત થયે છતે તતક્ષશું રંધાઈ જાય છે. જેમનીભાવમાં રહેવાનો અભ્યાસ કરનારા ગીઓને સહેજે આ બાબતનો અનુભવ આવે છે. ચચત્રકનોતિ તત્રતત્ર સમાપ: ઉપરોક્ત બાબત અનુભવમાં મૂકીને, તેની ખાત્રી કરવી જોઈએ. ઉન્મનીભાવ પ્રાપ્ત થતાં વાયુ પોતાની મેળે સ્થિર થઈ જાય છે. બ્રહ્મરશ્નમાં ચિત્ત રાખવાથી નાસિકા દ્વારા વહેતે વાયુ બંધ પડતા હોય એવું જાય છે. જ્યારે મન કોઈ પણ વિષયમાં જતું નથી અને મરેલાના જેવું થઈ જાય છે, ત્યારે પોતાની મેળે લય પામે છે અને તેની સાથે વાયુનો પણ અવરોધ થાય છે.
આ બાબતના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થયે છતે નિર્મલ અને નિષ્કલ તત્ત્વ ઉદય પામે છતે, મૂળથી શ્વાસનું ઉમૂલન કરી ગી મુક્ત થએલાની પેઠે શોભે છે. શ્રીમદ્દ હેમચંદ્રપ્રભુ પોતાને અનુભવ આ પ્રમાણે જણાવે છે. આ ઉપરથી જણાય છે કે તેમને ઉન્મનીભાવસંબધી ઘણે અભ્યાસ હશે. તેઓ આ બાબતમાં ઘણું ગંભીરનાદથી સ્વાનુભવને પ્રગટ કરી જણાવે છે. ઉન્મનીભાવ પામેલા યોગીની અવસ્થા શ્રીમદ્ નીચે પ્રમાણે જણાવે છે.
જે યોગી જાગ્રત અવસ્થામાં સ્વસ્થ છે તે લયાવસ્થામાં ઉંઘેલાની પેઠે રહે છે. તે શ્વાસે છાસ રહિત એવી લયાવસ્થામાં યોગી ખરેખર સિદ્ધના જીવથી કાંઈ હીનતા પામતો જણાતો નથી. લયાવસ્થાની દશામાં રહેલા એવા આ સંસારમાં શારીરિ છતાં અશરીરિ એવા સિદ્ધના સુખનો અનુભવ કરીને અને સિદ્ધપણું પ્રાપ્ત કરે છે. જેના મનમાં મુક્તિના સુખનો નિશ્ચય ન થતો હોય તેણે લય સમાધિ પ્રાપ્ત કરીને તેનો નિર્ણય કરેલયાવસ્થામાં મુક્તિના સુખનો અનુભવ ભાસે છે. લય સમાધિની પ્રાપ્તિ માટે ગુરૂગમપૂર્વક અધ્યાત્મશાસ્ત્રો અને યોગશાસ્ત્રોને અભ્યાસ કરી નિઃસંગાવસ્થા ધારણ કરવાની જરૂર છે. લયસમાધિમાં ચિત્તનો લય થાય છે. ચિત્તના વિકલ્પ સંકલ્પને નાશ થયા વિના આત્માના સહજ સુખનો નિશ્ચય થતો નથી. શ્રીમદે, લયસમાધિને અનુભવ પ્રાપ્ત કર્યો છે એવું તેમના આ રચેલા લેકથી માલુમ પડે છે. લયાવસ્થામાં બાહ્ય વસ્તુઓનું ભાન રહેતું નથી; મનને બાહ્ય વસ્તુઓની સાથે સંબધ હોતો નથી ત્યારે, આત્મા ઉપર ઉપરના ગુણસ્થાનકે ચઢીને આત્માની અનન્ત ગુણી શુદ્ધિ
For Private And Personal Use Only