________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) પદવી ભગવતા એવા તીર્થકરોની વૈરાગ્ય દશા દેખતાં, તેઓ બાહ્ય કરતાં અન્તરથી ઘણું ન્યારા દેખાય છે. તેમની એવી દશાનું મૂળ કારણ ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. “જીવને શિવ” બનાવી દેવો એ અધ્યાત્મજ્ઞાનની શક્તિ છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્ય પિતાના આત્માને દિવ્યાકારમાં બદલી નાખે છે.
આ જગતમાં અધ્યાત્મજ્ઞાનની પરિણતિવિના શાન્તિને માર્ગ શોધવામાં આવે તો કદિ, ખરી શાન્તિને માર્ગ પ્રાપ્ત થઈ શકે નહિ. પિતાના આત્માને ઓળખે, પોતાના આત્માતરફ લક્ષ રાખે, પિતાને આત્મા શું કહે છે તે સાંભળો, પિતાને આત્મા કે છે તેના સંબધી ખૂબ ઉંડા ઉતરીને વિચાર કરે, ગુરૂગમ લઈને પોતાના આત્માની ખરી શાન્તિને રસ સ્વાદે; પશ્ચાત તમે અધ્યાત્મજ્ઞાનને વારંવાર સ્તવશે. મેહના જોરથી અને અજ્ઞાનથી જે જાણે છે તેમાં ભૂલ કરે છે અને અંધકારમાં પ્રવેશ કરે છે, પણ મેહની પ્રકૃતિને હઠાવી જરા અધ્યાત્મના પ્રકાશમાં આવે; તેનાથી સત્યને આપોઆપ નિર્ણય કરી શકશે. મનુષ્ય સુખનું સ્વરૂપ સમજ્યા વિના પ્રવૃત્તિમાર્ગના ખાં બનીને અંજીનની પેઠે રાત્રી દિવસ–મન, વાણી અને કાયાને સંતપ્ત કરીને દુ:ખ ઉભું કરે છે. જેને સુખ થાય છે, જેમાં સુખ પ્રકટે છે, જેવડે સુખ પ્રકટે છે, તેને પરિપૂર્ણ વિચાર કરે નથી અને ગાડરીયા પ્રવાહની પેઠે બાહ્યપદાર્થોની પ્રાપ્તિની ધમાલમાં ગદ્ધાવૈતરું કરી કરીને સુખ પ્રાપ્ત કરવું છે! અને સુખ થતું નથી તેપણું તેમને તેમાં સુખ માટે દોડવું છે; એમ કરવાથી ખરી શાન્તિ, ખરે આનન્દ, ક્યાંથી મળી શકે? ચારે ખંડના મનુષ્ય તરફ દષ્ટિ ફેર; પૈસાદાર અને ગરીબ ઉપર દૃષ્ટિ ફેર; સદાકાળ કેણ હૃદયથી સુખી છે તેને વિચાર કરે. “ જેવું પડે તેવું બ્રહ્માંડે ? જેવું તમને બાહ્યથી ક્ષણિક સુખ થાય છે તેવું આખી દુનિયાના ને બાહ્ય પદાર્થોથી ક્ષણિક સુખ થાય છે, એમ નક્કી માનશે. તમને સહજસુખમાં વિશ્વ કરનાર મેહ અને અજ્ઞાન છે. મેહ અને અજ્ઞાન જ્યાંસુધી છે ત્યાંસુધી, નિત્ય સુખપ્રાપ્તિમાં તે વિદ્ય કવિના રહેશે નહિ, એમ ખાત્રીથી માનીને અજ્ઞાન મેહ વગેરે દેથી બચાવનાર એવા અધ્યાત્મજ્ઞાનના સંગી થશે. અધ્યાત્મજ્ઞાનની પરિણતિનું બળ પ્રતિદિન વધતું જાય છે અને તે નિત્યસુખની ખાત્રી કરાવીને –આત્માને પોતાના ધર્મની દઢ પ્રતીતિ કરાવીને પોતાની ફર્જ અદા કરે છે, તેથી આત્મા પિતાનું પરમાત્મત્વ પ્રકટ કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન અને ગજ્ઞાનથી પરમામાની દશા પ્રાપ્ત થાય છે.
ભ, ઉ. ૧૪
For Private And Personal Use Only