________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) નાંખે છે. તૃણારૂપ વિષની વલ્લિનું ઉત્પત્તિસ્થાન મન છે અને તે અજ્ઞાનરૂપ વાયુથી પિષાય છે. દરેક પ્રાણીને અજ્ઞાનાવસ્થામાં અનેક પ્રકારની તૃણું પ્રગટે છે અને તે પ્રતિક્ષણ વધતી જાય છે. સાગરને અન્ત આવે છે, પણ તૃષ્ણને પાર આવતા નથી. તૃણુ એ સંસાર પ્રવૃત્તિચક્રની જનની છે. તૃણાની વિષવલ્લિનાં ફળ પણ વિષમય હોય છે અને તેમાંથી વહેતો એ રસ પણ વિષરૂપ હોય છે. જેના દદયમાં તૃષ્ણારૂપ વિષવલ્લી નથી, એવા મહાપુરૂષના હૃદયની સ્વચ્છતા જુદા પ્રકારની હોય છે. જેના હૃદયમાં તૃષ્ણારૂપ વિષવલિ નથી તેને કેાઇની સ્પૃહા નથી અને તેની આગળ કઈ દુનિયાનો ચક. વર્તિ-ઈન્દ્ર-ચન્દ્ર-પણુ મહાનું નથી. મનુષ્યનું શરીર ઘસાય છે; કૃષ્ણ કેશ ટળીને શ્વેત કેશ થાય છે પણ અજ્ઞાનયોગે તૃણું ટળતી નથી. સત્તા, પદવી, અને ધન વગેરેની તૃણુઓને કદી અન્ત આવતો નથી અને તૃણાને નાશ થયા વિના સંતોષ પ્રાપ્ત થતો નથી, અને સંતોષવિના ખરા સુખની આશા રાખવી એ તો વ્યર્થ છે. ગરીબ વા ધનવંતને તૃષ્ણના વિષપ્રવાહમાં વહેતાં કદી સુખની ઝાંખી થતી નથી. તૃણનો આદર ખરેખર અજ્ઞાનાવસ્થામાં થાય છે. અજ્ઞાની મનુષ્ય સુખની લાલચે તૃષ્ણને દેવીની પેઠે પૂજે છે અને તૃણુરૂપ હોળીમાં પિતે પતંગીઆની પેઠે બળીને ભસ્તીભૂત થઈ જાય છે. તૃણને નાશ કદી બાહ્યદૃષ્ટિથી થવાનું નથી. જ્ઞાની પુરૂષો જણાવે છે કે, તૃષ્ણરૂપ વિષવલ્લીનું છેદન કરવું હોય તો અધ્યાત્મશાસ્ત્રરૂપ દાતરડાને ગ્રહણ કરે અને તે વડે તૃષ્ણાવલ્લીને છેદી નાખે.
વનમાં ઘર, દુઃખી અવસ્થામાં ધન, અંધકારમાં પ્રકાશ, અને મરૂ દેશમાં જેમ જલ પ્રાપ્ત થવું દુર્લભ છે; તેમ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય કર્યો છે કે “આ કલિકાલમાં અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. ”
આ કલિયુગમાં પાપપ્રવૃત્તિમય અને પાપમય પ્રવૃત્તિ વડે સાધ્ય થતી એવી ક્ષણિક બાહ્યોન્નતિ અર્થ, દુનિયા પાપમય પ્રવૃત્તિશાસ્ત્રોને લખે છે, વાંચે છે, ભણે છે અને તે શાસ્ત્રોની ઉપાસના કર્યા કરે છે અને તેનાં પાપ પ્રવૃત્તિમય શાસ્ત્રોને પ્રકટાવવા માટે લેખકોને ઉત્તેજન આપે છે. જ્યાં ત્યાં બાહ્ય પ્રવૃત્તિના ભણકારા થયા કરે છે અને તે તરફ લકની_પાંચે ઈન્દ્રિાની અને મનની–પ્રવૃત્તિ રાત્રિદિવસ થયા કરે છે એવું અનુભવમાં આવે છે. મનુષ્યો પાપમય પ્રવૃત્તિના હેતુઓમાં ઉન્નતિનો માર્ગ છે એવું બાહ્યદષ્ટિથી દેખીને, ગાંડાઓની પેઠે બાહ્યપ્રગતિમાર્ગમાં
For Private And Personal Use Only