________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭ ) ભાવાર્થ-કાતાના અધરામૃતના આસ્વાદથી યુવકને જે સુખ થાય છે તે સુખ તે અધ્યાત્મશાસ્ત્રસ્વાદથી થનાર સુખરૂ૫ સમુદ્રની પાસે એક બિન્દુસમાન છે. અધ્યાત્મશાસ્ત્રોના વાચન, શ્રવણ, મનન અને પરિશીલનથી ઉત્પન્ન થનાર સંતોષસુખમાં મસ્ત બનેલા મહાભાઓ, રાજા ધનદ અને ઇન્દ્રને પણ હિસાબમાં ગણતા નથી. કોઈ પંગુ કલ્પવૃક્ષફલની ઈચછાએ આંગળી ઉંચી કરે છે પણ તે જેમ વ્યર્થ જાય છે, તેમ જે મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી અને પાંડિત્ય ઈચ્છે છે તે પણ વ્યર્થ થાય છે. દંભરૂપ પર્વત ભેદવાને માટે વજસમાન, મિત્રીભાવનારૂપ સાગરની વૃદ્ધિ કરવા ચંદ્રમાન, મહજાલરૂપ વનને બાળવા અગ્નિસમાન, અધ્યાત્મશાસ્ત્ર છે. અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થનાર અધ્યાત્મજ્ઞાનને જેટલી ઉપમા આપવામાં આવે તેટલી જૂન છે. અધ્યાત્મશાસ્ત્રનું રાજ્ય પ્રવર્તતે છતે, ધર્મનો માર્ગ સ્વસ્થ થાય છે. ધર્મમાર્ગમાં પ્રવર્તતાં મેહના સુભાટેનું પ્રાબલ્ય ચાલતું નથી અને મેહસુભટવડે કરાયેલા ઉપદ્રને પણ નાશ થાય છે. પાપરૂપ ચોર તો પલાયન કરી જાય છે. જે મનુષ્યના હૃદયમાં અને ધ્યાત્મશાસ્ત્ર પરિણામ પામ્યું છે, તેઓને કષાયવિષયાવેશ કલેશ કદાપિ હોતો નથી. અધ્યાત્મશાસ્ત્રોનું વાચન શ્રવણુ એ એક જુદી વાત છે અને અધ્યાત્મશાસ્ત્રો પ્રમાણે હૃદયનું, અધ્યામભાવે પરિણમવું થવું એ એક જુદી વાત છે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અધ્યાત્મપરિણતિવાળું હૃદય કરવામાં આવે છે તે અધ્યાત્મની મહત્તાને હૃદયમાં અનુભવ આવી શકે છે. અધ્યાત્મશાસ્ત્રો ખરેખર હૃદયમાં અધ્યાત્મપરિણતિ ઉત્પન્ન કરાવે છે અને જ્યારે હૃદયમાં અધ્યાત્મપરિણતિ પ્રગટે છે ત્યારે, કષા અને વિષયોને આવેશ અને તે સંબધી કલેશ મન્દ પડતો પડતો સર્વથા પ્રકારે કલેશ ટળે છે. કષા અને વિષયેના આવેશોને ટાળવા હોય તે અધ્યાત્મશાસ્ત્રો કહે છે કે, અમારી ઉપાસના કરે અને અધ્યાત્મવિચારોને હૃદયમાં ભરી દેઈને હૃદયમાં ખૂબ ઉંડા, અધ્યાત્મજ્ઞાનના સંસ્કાર પાડે.
જે અધ્યાત્મશાસ્ત્રના અર્થ બોધરૂપ દ્વાની કૃપા ન હોય તે નિર્દય કામરૂપ ચંડાલ, એ ખરેખર, પંડિતોને પણ પીડે છે અને તેઓને પિતાના દાસ બનાવે છે. અધ્યાત્મશાસ્ત્ર એ સૂર્યના પ્રકાશરૂપ છેત્યાં અંધકારમાં ઉત્પન્ન થનાર કામ ચંડાલ આવી શકતો નથી. અધ્યાત્મશાસ્ત્રથી હૃદયમાં ઉત્પન્ન થએલી શુદ્ધ પરિણતિના બળ આગળ કામના વિચારે ટકી શકતા નથી. મનરૂપ વનમાં વૃદ્ધિ પામનારી તૃષ્ણારૂપ વિષવલિને, મહર્વિ-અધ્યાત્મશાસ્ત્રરૂપ દાતરડાવડે છેદી
For Private And Personal Use Only