________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦) નથી. બહોતેર કળાનાં શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવે તોપણ, અધ્યાત્મજ્ઞાનવિના આનન્દ મળવાનું નથી. સત્યાનન્દરસની દિશા દર્શાવનાર અધ્યાત્મશાસ્ત્રોનું પરિશીલન એજ ખરેખરૂં કર્તવ્ય છે. હેમ વગેરે અનેક કર્મો કરવાથી કંઈ આત્માનો ખરે આનન્દ અનુભવાતો નથી.
ભુજાનું આસ્ફાલન તેમજ હસ્તમુખના વિકાર આદિ નાટક-એભિનયે કંઈ સત્યસુખની દિશા દર્શાવતા નથી, તેમજ હાસ્યાદિ ચેષ્ટાવાળા ભેગી પુરૂષો વિકારજન્ય આનન્દ ભેગવવા પ્રયત્ન કરે છે અને મુખાદિની વિકારજન્ય ચેષ્ટાઓ કરે છે પણ તેમાં તેઓ અન્ને ઠગાય છે અને સત્યસુખથી દૂર રહે છે. અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ તે ચક્ષુઆદિની વિકારિક ચેષ્ટાવિના બેલે છે. ભેગીની વિકાચેષ્ટાઓમાં તેમને ભ્રાન્તિ લાગે છે. અંગવિકાર ચેષ્ટાન્ય સુખ તે એક ક્ષણમાત્ર ભાસે છે અને અને હતું ન હતું થઈ જાય છે. નાટક વગેરેમાં પ્રેક્ષકોને આનન્દ આપનારી અનેક ચેષ્ટાઓ થાય છે, તથાપિ અદ્યપર્યન્ત પ્રેક્ષકેને અને નાટકીયાઓને સત્યસુખ થયેલું જણાતું નથી. મૂઢ જી તેવી વિકારિક-શૃંગારિક ચેષ્ટાઓમાં મૃગજલની પેઠે સુખની ભ્રાન્તિ ધારણ કરી મનથી દેડ્યા કરે છે અને અને અજાગલસ્તનની પેઠે નિષ્કલતાને દેખે છે, છતાં હાર્યો જુગારી બમણું રમે તેની પેઠે વારંવાર તેમાં ને તેમાં વિષ્ટાના કીટકની પેઠે રાયા માંગ્યા રહે છે. ગારિક રસની ચેષ્ટાઓથી સત્યાનન્દ કેઈને પ્રાપ્ત થયું નથી અને થનાર નથી, માટે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરીને સત્યસુખની શોધ કરીને તેમાં મસ્ત બનવું એજ લેખકનું હાર્દ છે.
કામમાં જે રસ પડે છે તે જોગવતાં સુધી મધુર જણાય છે, તેમ જમતાં સુધી ઉત્તમ ભોજનમાં રસ પડે છે, પણ અધ્યાત્મશાસ્ત્ર સેવાથી ઉત્પન્ન થનાર આનન્દરસની તો અવધિજ નથી. દુનિયામાં સર્વ પ્રકારના ક્ષણિક જડપદાર્થો સત્યસુખ દેવા સમથે થતા નથી. વિશેષાવશ્યકમાં, સાંસારિક ભાવથી ખરૂં સુખ રહેતું નથી, તે વિષે નીચે મુજબ દર્શાવ્યું છે.
नग्नः प्रेतइवाविष्टः क्वणन्तीमुपगृह्यताम् । गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल ॥१॥
औत्सुक्यमात्रमवसादयतिप्रतिष्ठा । क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव ॥ नातिश्रमापगमनाय यथा श्रमाय । राज्यं वहस्तगतदण्डमिवातपत्रम् ॥ २॥
For Private And Personal Use Only