________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) અધ્યાત્મજ્ઞાનની હાલ દુનિયામાં કેટલી બધી આવશ્યકતા છે અને અધ્યાત્મજ્ઞાનથી જગને કેટલે બધે લાભ થાય છે તે ઉપર્યુક્ત વિચારેથી સુજ્ઞ વાચકે સમ્ય અવબોધી શકશે. અધ્યાત્મજ્ઞાનપ્રાપ્તિથી શ્રાવકનાં વ્રત વા સાધુનાં વ્રતોદ્વારા મેક્ષમાર્ગનું આરાધન કરી શકાય છે. શ્રાવકના ગુણે અને સાધુના ગુણે ખરેખર અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં પ્રગટે છે. ઉપરઉપરની ગુણસ્થાનકભૂમિમાં પ્રવેશ કરવાને અધ્યાત્મજ્ઞાનથી આત્માનો વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે છે અને આત્મા, પોતાના શુદ્ધધર્મમાં રમણતા કરે છે. અધ્યાત્મજ્ઞાનથી રગુણ અને તમે ગુણરૂપ મેહની વૃત્તિને હઠાવતે છતા પિતાના શુદ્ધધર્મમાં આત્મા
સ્વયં ખેલે છે અને સંવરભાવમાં દઢ રહીને સમયે સમયે પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પોતાના શુદ્ધધર્મથી અન્યભાવને પરિહરવા પ્રયત્ન કરે છે.
અધ્યાત્મજ્ઞાનથી કારણ સામગ્રીના યોગે કઈ ભવ્ય જીવ અલ્પભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે. વજરૂષભસંહનને સ્વામી કેઈ ભવ્યજીવ પૂર્ણ સામગ્રીગે અધ્યાત્મમાં રમણુતા કરતો છતે તે ભવમાં મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
અધ્યાત્મજ્ઞાનથી વૈરાગ્યભાવ જાગતો રહે છે અને તેથી બાહ્ય તથા અત્યંતર તપની આરાધના સારી રીતે કરી શકાય છે, તથા સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી શકાય છે, અને ષડાવશ્યકની સારી રીતે આરાધના કરી શકાય છે. વૈિરાગ્યવિના ત્યાગ ટકી શકતો નથી અને અધ્યાત્મજ્ઞાનવિના ખરેખર વૈરાગ્ય હૃદયમાં જાગ્રત્ થઈ શકતો નથી. ઉપરામ, સંવર અને વિવેકથી મુક્તિપદ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાનવિના ઉપશમભાવ ધારી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનથી ભૂતકાલમાં અનેક જી શુદ્ધાધ્યવસાય ધારણ કરીને મુક્ત થયા. વર્તમાનકાળમાં મહા વિદેહક્ષેત્રમાં અધ્યાત્મજ્ઞાનથી અનેક છ મુક્તિપદ પામે છે અને ભવિષ્યમાં અનેક જીવો મુક્તિપદ પામશે-“અધ્યાત્મજ્ઞાનથી ત્રણ ચાર વા સાત આઠ ભાવમાં છો, મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે જે એક અધ્યાત્મજ્ઞાન ગુણ પ્રાપ્ત થયે તો અન્ય ગુણે પોતાની મેળે આત્મામાં પ્રગટ થાય છે. આમાના પર્યાની શુદ્ધિ તેજ પરમાત્માદશા કહેવાય છે. જેમ સકલ પદાર્થનું આધાર આકાશ છે તેમ સકલ ગુણોના આધારભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં ગુણેને આવિર્ભાવ થાય છે; એમ નિશ્ચય શ્રદ્ધા ધરીને ભવ્યજીવોએ અધ્યાત્મજ્ઞાનની આરાધના કરવી.
For Private And Personal Use Only