________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) ગુણમાં મન લીન થયાવિના આત્માને પરમાનન્દ પ્રગટ થતા નથી, તેથી શ્રીમદે મનને પ્રસન્ન થવા માટે ઉપર પ્રમાણે સંબોધન કર્યું છે. શ્રી હેમચન્દ્ર મહારાજ કથે છે કે, શ્રી સદગુરૂની મન વાણી અને કાયાદ્વારા, તેમની છાયા જેવા બની, ઉપાસના કર્યા વિના પરમાનન્દની પ્રાપ્તિ થતી નથી. જૈનશાસ્ત્રોમાં પંચ મહાવ્રતધારી સાધુએજ ગુરૂ તરીકે મનાય છે. તેથી અત્ર સાધુઓનું ગ્રહણ કરવું, આ કાળમાં એકવીશ હજાર વર્ષપર્યન્ત સાધુરૂપ ગુરૂઓની અસ્તિતા રહેવાની છે. સાધુઓ સંસારથી મુક્ત થઈ મોક્ષમાર્ગ આરાધી શકે છે, માટે જૈનશાસનમાં ગુરૂપદના તે અધિકારી ગણેલા છે. પરમાનન્દપ્રદ ગુરૂમહારાજની ઉપાસના કર્યાવિના પરમાનન્દ પ્રાપ્ત થતું નથી. નગરા ગુરૂગમવિના પરમાનન્દ શોધવા જતાં ભટકાઈ પાછા પડે છે, અને તેઓની ભ્રષ્ટ સ્થિતિ થાય છે; માટેજ હેમચન્દ્ર પ્રભુએ ગુરૂની ઉપાસનાવડે પરમાનન્દ મળે છે એવો શાસ્ત્રીયાનુભવ દર્શાવ્યો છે.
सत्येतस्मिन्नरतिरतिदं गृह्यतेवस्तुदूरा दप्यासन्नेप्यसतितुमन स्याप्यतेनैवकिञ्चित्पुंसामित्यप्यवगतवता मुन्मनीभावहेता विच्छाबाढंनभवतिकथं सद्गुरूपासनायाम् ॥ ५३ ॥
(ચોરાત્રિ.) સગરની ઉપાસના કરવાથી, અરતિને આપવાવાળી વ્યાધ્રાદિ વસ્તુઓ અને રતિને આપવાવાળી ચંદનાદિ વસ્તુઓ મનુષ્યવડે, દૂરથી પણ ગ્રહણ યા સ્વાધિન કરી શકાય છે, તે જ મનુ સદ્દગુરૂની ઉપાસનાના અભાવે નજીક રહેલી વસ્તુઓ, ગ્રહણુ યા સ્વાધિન કરી શકતા નથી. આવું જાણ્યા છતાં ઉન્મનીભાવના હેતુભૂત સગુરૂની ઉપાસનાના સંબંધમાં મનુષ્યની ગાઢ ઇચ્છા કેમ થતી નથી? આચાર્ય શ્રી મનુને ઉન્મનીભાવ માટે ખાસ સદ્ગુરૂની ઉપાસનાની ભલામણ કરે છે, અને તે જાણીને પણ સદ્ગુરૂની ઉપાસના કરવા ઈછા ધારણ કરતા નથી તેઓ અજ્ઞાનના દાસ બનેલા છે એમ અવધવું. શ્રી હેમચંદ્ર પોતાના ગુરૂની સારી રીતે ઉપાસના કરી હતી. શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય પણ સર્વ વસ્તુની પ્રાપ્તિ માટે ગુરૂ ઉપાસનાને મુખ્ય બતાવે છે. શ્રી ધર્મદાસગણિ પણું ઉપદેશમાલામાં સદ્દગુરૂની ઉપાસના સંબન્ધી સારું વર્ણન કરે છે. યોગશાસ્ત્રના અને આચાર્ય શ્રી સદગુરૂની ઉપાસનાની ભલામણ કરીને ખરી સેવા બજાવે છે. “ગુરૂવિના સમ્યગ્રજ્ઞાન થતું નથી.” ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે સદૃગુરૂની ઉપાસના જ યોગ્ય છે. સદ્દગુરૂની ઉપાસનાથી શાસ્ત્રોનું જ્ઞાન થાય છે. અનેક પ્રકારના
For Private And Personal Use Only