________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૧ )
અનુભવે મળે છે. ગુરૂકુળવાસથી પરંપરાએ ચાલતા આવેલા અનેક ખાખતના અનુભવાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે સૂરિમંત્ર અને વર્ધમાન વિદ્યા, વગેરે ગુરૂની કૃપાથી શિષ્યા મેળવતા હતા, ત્યારે તે પ્રતાપશાલી થતા હતા. શ્રી હેમચંદ્ર તેમના ગુરૂની કૃપાથી મહાસમર્થ થયા હતા. ગુરૂની કૃપા અને આશીર્વાદથી અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમાં જરામાત્ર શંકા નથી. ગુરૂની કૃપાથી શ્રીયશવિજય ઉપાધ્યાય પણુ પ્રભાવક થયા છે. ગુરૂની કૃપાથી અનેક શિષ્યોએ ઉચ્ચપદ મેળવ્યું છે. ગુરૂની સેવા ભક્તિ અને વૈયાવચ્ચથી જે કંઈ પ્રાપ્ત થાય છે તે સદાકાલ રહે છે. ઉન્મનીભાવની પ્રાપ્તિ તેા કદિ ગુરૂની કૃપા અને આશીવૉદવિના થતી નથી. ગુરૂએ નાભિના ઉછાળાથી આપેલ આશિષથી ઉન્મ નીભાવના પ્રકાશને પ્રાપ્ત કરવા માટે શિષ્ય ભાગ્યશાલી થાય છે. ઉન્મનીભાવ વા લયસમાધિ તે એકજ છે; એ કંઇ પુસ્તકો વાંચવામાત્રથી પ્રાપ્ત થઈ શકે નહિ. નાગાર્જુન જેવાને પણુ ગુરૂગવિના આકાશમાં ઉડવાની શક્તિ મળી નહિ; જ્યારે ગુરૂની કૃપા મેળવી ત્યારે તેણે આકાશગમનની સિદ્ધિ મેળવી. ગમે તેવા જ્ઞાની હોય તે પણ તેણે ઉન્મનીભાવની પ્રાપ્તિ માટે–નાના બાળકની પેઠે ગુરૂની ઉપાસનામાં તત્પર થઈ જવું. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરેલા શ્રીમદ્ હેમચન્દ્રપ્રભુની હિતશિક્ષા વિસ્મરવા ચાગ્ય નથી. અધ્યાત્મજ્ઞાન અને યાગજ્ઞાન માટે તેમને જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન છે. અધ્યાત્મજ્ઞાનનું સાધ્યબિન્દુ સહજાનન્દાનુભવ છે; તેના માર્ગ ખરેખર શ્રી હેમચન્દ્ર પ્રભુએ દર્શાવ્યા છે. આ ખામતપર શ્રી યશોવિજય ઉપાધ્યાયે પણ અધ્યાત્મસાર ગ્રન્થ રચીને સારો પ્રકાશ પાડ્યો છે. ઉપાધ્યાયજી અધ્યાત્મ શાસ્ત્રોના આનન્દ મગીચાઓ પેાતાની પાછળ જીવતા મૂકી ગયા છે, તેથી તે પણ શબ્દ દેહે જીવતા છે. અધ્યાત્મસારમાં મનને વશ કરવા માટે તેમણે વૈરાગ્ય જ્ઞાન વગેરે ઉપાયે બતાવ્યા છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તાસંબન્ધી નીચેપ્રમાણે તેઓ લખે છે.
पश्यन्नन्तर्गतानुभावान् पूर्णभावमुपागतः
भुञ्जानोध्यात्मसाम्राज्यमवशिष्टंनपश्यति ॥ ५५ ॥
(અ॰ સાર. ) અન્તર્ગત ભાવેવાને દેખતા અને પૂર્ણ ભાવ પામેલા, અધ્યાત્મ વૈભવને ભાગવતા જ્ઞાની, અન્યને અવલેાકતા નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પેાતાના જ્ઞાનાદિક ગુણના ભાક્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી કર્મકૃત સુખ દુઃખનેા ભાક્તા છે. નિદ્રાવસ્થામાં જેમ અહંકારરહિત સુખને ભાસ થયો જણાય છે, તેમ શુદ્ધ વિવેક દશામાં તે સાક્ષાત્ સુખના
For Private And Personal Use Only