________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ ) નિાિવસ્થાના સુખને સાક્ષાત્કાર અનુભવ થાય છે. લયાવસ્થા દ્વારા ઉત્તમ નિકિયાવસ્થાના સુખનો અનુભવ કરીને, શ્રી હેમચંદ્ર પ્રભુ લોકોને આ દશામાં આવવાને સંબોધે છે. ધર્મોદયકારક શ્રી હેમચંદ્ર પ્રભુએ અમુકાશે લયાવસ્થાદ્વારા નિયિાવસ્થાનો, સત્ય સુખાનુભવ લીધે છે તેથીજ, તેઓ હૃદયના ખરા ભાવને ખુલ્લા શબ્દોમાં જગતની આગળ નીચે પ્રમાણે જાહેર કરે છે.
ઋો. मोक्षोऽस्तुमास्तुयदिवा परमानन्दस्तुवेद्यतेसखलु यस्मिन्निखिलसुखानि प्रतिभासन्तेनकिञ्चिदिव ॥ ५ ॥
(યોગરાન્ન.) મોક્ષ થાઓ વા ન થાઓ–( ગમે ત્યારે મોક્ષ થાઓ.) પણ ધ્યાનદ્વારા મોક્ષને પરમાનન્દ તે ખરેખર અમારાવડે અહીં ભગવાય છે. જે પરમાનન્દની આગળ દુનિયામાં થનારાં સકલ સુખ! જાણે કંઈ તે સુખજ નથી એવા પ્રતિ ભાસે છે. શ્રી હેમચંદ્ર પોતાના હૃદયને ખરેખરે રસ આ શ્લોકમાં મૂકી દીધો છે. દુનિયાનાં પંચેન્દ્રિય વિષય સુખ અને આમિક સુખની તુલના આ લેકમાં કરવામાં આવી છે. દુનિયાનાં સુખની પેલી પાર રહેલું એવું આત્માનું નિત્યસુખ જેણે અનુભવ્યું હોય તે આવા ઉદ્દગારો કાઢવા સમર્થ થાય છે. મોક્ષને પરમાનન્દ તો અમારાથી વેદાય છે, એમ શ્રીમનું મુક્તકંઠથી કથવું થાય છે. મેક્ષને પરમાનન્દ વેદાય છે એ તો નિશ્ચય છે અને તેના કથનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર પ્રભુ છે. એમનો આત્મા મેક્ષના પરમાનન્દને અમુક દશાએ ભેંકતા બન્યા છે. તેમના જેવા મહાપુરૂષ મોક્ષને પરમાનન્દ ખરેખર ઉન્મનીભાવ, અને લયાવસ્થાથી ભગવે એમાં કોઈ અતિશયોક્તિ નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, અધ્યાત્મ અને યોગશાસ્ત્રો દ્વારા આત્મામાં ઉંડા ઉતરેલા મહાત્માઓ, દુનિયાનાં સુખને તૃણવત્ ગણુને આત્માના સુખમાં રસદાકાલ મસ્ત બને છે. અમૃત આસ્વાદ્યા પશ્ચાત્ કણ છાશ પીવાનું મન કરે? તેમજ લયાવસ્થાથી મોક્ષને પરમાનન્દ ખરેખર શરીરે જીવતાં છતાં જે મહામાઓ ભેગવે છે, તે મહાત્માઓ દુનિયાના ક્ષણિક સુખથી દૂર રહે અને તે માટે તેઓની પ્રવૃત્તિ ન થાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. શરીરમાં રહેતાં છતાં પણ લયાવસ્થાથી શરીરાતીત ઇન્દ્રિયાતીત, (મનથી અગ્રાહ્ય) એવો મોક્ષને પરમાનન્દ મેળવવો હોય તે ઉન્મનીભાવ અને લયસમાધિની પ્રાપ્તિ કરે ! મોક્ષનું સુખ કેવું છે? તેના પ્રશ્નો પુછીને
For Private And Personal Use Only