________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) મનને વિષયો પ્રતિ જવાદેવામાં આવે તો કદિ તેને પાર આવે નહિ. મન તો માકડા જેવું છે; ગમે તેટલા વિષયો પ્રતિ જાય તોપણ તે કદિ શાંત થતું નથી, માટે મનને વિષયો પ્રતિ દોડતાં રૂંધી રાખવું, એવો અમારે અંગત અભિપ્રાય છે. શ્રીમદ્દ હેમચન્દ્ર પ્રભુના કનો અર્થ ઉન્મનીભાવસાધક જીવોને અમુક અધિકારપેર ઉપયોગી હોય ! વા અન્ય હોય ! તેને ભાવ તો શ્રીમના હૃદયમાં રહ્યો, પણ અમારે આ સ્થળે એટલું કહેવાનું છે કે, બાળજીવોને તો ઉપરના કે કાચા પારા જેવા થઈ શકે; તે માટે અન્ય શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, “અપાત્ર શ્રેતાઓને અધ્યાત્મજ્ઞાન આપવું નહિ.”
ઉન્મનીદશાવાળા જ્ઞાનીઓની આત્મદશા ઉચ્ચ પ્રકારની હોય છે તેથી તેઓ માટે જે કંઈ લખવામાં આવ્યું હોય તે સર્વે ગુરૂગમપૂર્વક સમજવા જેવું છે, કારણ કે ગુરૂગમવિના સમ્યગજ્ઞાન થઈ શકતું નથી. આત્માની ઉચ્ચ દશા કરવા માટે દાસીન્યભાવનું વારંવાર સેવન કરવું જોઈએ. ઔદાસીન્યભાવથી આત્મા પોતાના સ્વરૂપમાં પરિણામ પામે છે અને તેથી પિતાના આત્માને પ્રકાશ પિતે-આત્મા દેખી શકે છે. દાસીન્યભાવમાં કાલમાં સદાકાલ રહેવું એ બનવા ગ્ય નથી; તોપણ દાસી ભાવનાનું અવલંબન કરવા પ્રયત્ન કરાય તો અને તે તરફ ગમન કરી શકાય. આમાના ધર્મનું સમ્યગુરાન અને શ્રદ્ધા થવાથી પરભાવ પરિણમન ટળે છે અને સ્વધર્મ પરિણમન થાય છે. અધ્યાત્મજ્ઞાનીઓએ મનને સ્થિર કરવા તરફ પ્રયત્ન કરવો જોઈએ. ઉપાધ્યાય કહે છે કે, “વા આવે નહિ મન કામ, તવા જઇ શિયાવિશુની; કયુનત્તરવિગ્રામ. . વસ્ત્ર | મનને સ્થિર કરવાના શ્રી હેમચન્દ્ર પ્રભુએ ઉપાયો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.
ઢો. यर्हियथायत्रयतः स्थिरीभवतियोगिनश्चलंचेतः । तर्हितथातत्रततः कथंचिदपिचालयेन्नैव ॥ २९ ॥ अनयायुक्त्याभ्यासं विदधानस्यातिलोलमपिचेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इवस्थैर्यमाश्रयति ॥ ३० ॥
(ચોરાત્રિ.) જ્યારે, જેમ, જ્યાં, જેનાથી, યોગીનું ચપલ ચિત્ત સ્થિર થાય ત્યારે, તેમ, ત્યાં, તેનાથી, કેઈ પણ રીતે ચિત્તને ચલાવવું નહિ. આ યુક્તિએ અભ્યાસ કરનારનું મન અત્યન્ત ચંચળ હોય તોપણ અંગુલીના અગ્રભાગની ઉપર સ્થાપેલ દંડની પેઠે સ્થિરતાને પામે છે.
ભ. ઉ. ૧૨
For Private And Personal Use Only